શોર્ટ સર્કિટના કારણે બસમાં લાગી આગ જેમાં એક મહિલા જીવતી સળગી ગઈ જે બાદ આગનું કારણ …..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો દ્વારા પોતાના જીવનને સરળ અને આરામ દાયક બનાવવા માટે અનેક ટેક્નિકલ વસ્તુઓ નો ઉપયોગ કરવામાં આવે છે. આવી વસ્તુઓ માનવ જીવન ને ઘણી મદદ કરે છે. જો કે ઘણી વખત આવી વસ્તુઓ માણસો માટે ખતરો પણ સાબિત થાય છે. તો કયારેક તે વ્યક્તિના જીવન ને પણ ખત્મ કરી શકે છે. હાલમાં એક આવા દુઃખદ બનાવ અંગે માહિતી મળી રહી છે કે જ્યાં એક મહિલા જીવતી સળગી ગઈ હતી. મિત્રો આ ઘટનાની વિગતો આ પ્રમાણે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે અનેક પ્રકારના પરિવહન સાધનો નો ઉપયોગ કરે છે. જે પૈકી બસ એક છે. જેના કારણે આવી ટ્રાન્સપોર્ટ બસ લોકોને પોતાની તરફ આકર્ષવા અને લોકોને વધુ ને વધુ સારી સગવડ આપવા માટે પોતાની બસોમાં અનેક સુધારાઓ કરે છે. જેમકે વાઇફાઇ, એસી, ચાર્જિંગ ની વ્યવસ્થા વગેરે.
હાલ જે બનાવ બન્યો છે. તેની પાછળનું કારણ આવીજ સગવડતા છે. મિત્રો જણાવી દઈએ કે આ બનાવ યોગીચોક પાસે નો છે કે જ્યાં એક બસમાં એકા એક આગ લાગી ગઈ હતી. જો કે જણાવી દઈએ કે આ બસમાં એક 1*2 ની કેપેસીટી વાળા એક સ્લીપિંગ રૂમમાં માં એસી અને ચાર્જિંગ ની સુવિધા પણ આપવામાં આવી હતી. પ્રાથમિક તાપસ પરથી માલુમ પડ્યું છેકે આગ લાગવાનું મુખ્ય કારણ આ ચાર્જિંગ પોઇન્ટ છે.
જણાવી દઈએ કે આ બસમાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી ગઈ હતી. જેના કારણે બસમાં આવેલું એસીનું કંપ્રેસર ગરમ થતા તેમાં ધડાકો થયો હતો. આ ધડાકો અને બસની અંદર રહેલ ફોમના ગાદલા ના કારણે આ આગ જોત જોતામાં વિકરાળ બની ગઈ. બસના ડ્રાઈવર ના જણાવ્યા પ્રમાણે એક બાઈક ચાલાક યુવાને તેને બસમાં આગ લાગી હોવાનો ઈશારો કર્યો જે બાદ જોત જોતામાં આગ બેકાબુ થઇ ગઈ જેમાં એક યુવક કેજે બસની અંદર હતો તે નીકળી ગયો જયારે એક મહિલા બસની અંદર ફસાઈ ગઈ અને તે જીવતી સળગી ગઈ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!