ચારણકા સોલર પાર્ક માં ભયાનક આગ! જોત જોતામા વિકરાળ બનેલી આગ ના કારણે કર્મચારીઓ….

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજી નો સમય છે તેવામાં વ્યક્તિ ના જીવનને સરળ બનાવે તેવી અનેક ખોજ કરવામાં આવી છે પરંતુ આવી વસ્તુઓ સાથે સાવચેતી પૂર્વક કામ કરવું પડે છે નહીંતો તેના ઘણા માઠા પરિણામો આવે છે.

આજે આપણે અહીં સોલાર પાર્ક માં લાગેલી વિકરાળ આગ વિશે માહિતી આપવા જાઇ રહ્યા છે. જો વાત આગ લાગવાની આ ઘટના અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર એશિયાના સૌથી મોટું સોલાર પાર્ક કે જે ચારણકા માં આવેલ છે તેની જી. આઇ. પી. સી. એલ. પ્લાન્ટના વિક્રમ સોલર કંપનીના પહેલા નંબરના 40 મેગા વોટ માં કાલે શોર્ટ સર્કીટ થવાથી વિકરાળ આગ લાગી હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામા આગ ના કાળા વાદળો હવામાં દૂર સુધી ફેલાઈ ગયા. લોકો માં વિકરાળ આગ નાં કારણે ચકચાર મચી ગયો. જે બાદ આસપાસ ના લોકોએ આગ પર કાબૂ મેળવવા માટે ઘણી મહેનત કરી. અને આગ બુઝાવ્વા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી.

જે બાદ ફાયર ફાઇટર દ્વારા ઘણી જ મહેનત બાદ આખરે આ વિકરાળ આગ પર કાબૂ મેળવી લીધો. જોકે આ તમામ વચ્ચે રાહત ની વાત એ છે કે આગ લાગવાને કારણે કોઈ ને ઈજા કે મૃત્યુ નું માહિતી મળી નથી પરંતુ આગના કારણે 2 થી 3 કરોડ જેટલું અંદાજિત નુકસાન ની સંભાવના છે. ઘટના અંગે માહિતી મળતા તરત જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.