આગને લઈને ફરી એક ગંભીર બનાવ કાપડ મિલમાં લાગી ભયંકર આગ જેના કારણે આસ પાસ ના વિસ્તારમાં……
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દેશ અને રાજ્યમાં આગને લગતા અનેક ગંભીર બનાવો જોવા મળે છે. અને આવા બનાવોમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. તેવામાં બહુમાળી ઇમારતો અને કારખાનામાં આગ લાગવાના અનેક બનાવો જોવા મળે છે. જો કે સરકાર દ્વારા આવી બહુમાળી ઇમારતો અને કારખાનાઓમાં આગ ન લાગે તે માટે અનેક નિયમ બનાવ્યા છે જેની અંતર્ગત આવા સ્થળોએ આગને કાબુમાં લાવવાના સાધનો રાખવા જરૂરી બને છે. છતાં પણ અનેક વિસ્તારોમાં આવા ભયકંર બનાવો જોવા મળે છે.
હાલ આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક કાપડની મિલમાં આગ લાગી હતી અને આ આગે એકા એક ઘણું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે આસ પાસના વિસ્તરોમાં ભઈ અને અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. જો વાત આ બનાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે આગ લાગવાની આ ઘટના સુરત શહેર નજીકના પલસાણા માં આવેલા તાંતીથૈયા વિસ્તરમાં સર્જાયો છે. આ વિસ્તાર માં આવેલી એક કાપડના કારખાના માં કોલસા ના તણખા પડતા કાપડના જથ્થામાં આગ લાગી ગઈ હતી.
જો કે એકા એક આ આગે ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગવાની ખબર મળતા પોલીસ અને ફાયર બ્રિગેડ ની ટિમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લાવવાના પ્રયત્ન શરૂ કર્યા જે બાદ લગભગ 3 કલ્લાક બાદ તેમને પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત થઇ. જો કે સદનશીબે આ અકસ્માત માં જાનહાનિ અંગે કોઈ અહેવાલ હજુ સુધી મળ્યા નથી. જણાવી દઈએ કે આગ લાગવાની ઘટના સવાર ના સમય માં થઇ હતી જેના કારણે એકમમાં વધુ કારીગર હાજર ન હતા ઉપરાંત તે સમયે જે થોડા લોકો હાજર હતા તેમને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે આ આગ લાગવાનો બનાવ તાંતીથૈયા વિસ્તરમાં આવેલ પંકજ ફેશન નામના કારખાનામાં સર્જાયો હતો. આગ લાગવાં અંગે માહિતી મળતા મિલના માલિક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, કાપડમાં આગ લાગવાના કારણે કાળા કાળ ધુમાડાના ડુંગરો જોવા મળ્યા હતા જે હવામાં ઘણે ઉપર સુધી પહોંચ્યા હતા. જેના કારણે ઘણે દૂરથી પણ આ ભયાનક મંજર જોઈ શકાય તેમ હતો.