ગ્રીષ્મા હત્યા કેશની શરૂ કાર્યવાહિએ અચાનક એવું થયું કે કોર્ટમાં ભાગદોડ મચી ગઈ ફેનિલ અચાનક..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે કિશન ભરવાડ ની હત્યા બાદ જે હત્યા કાંડ સૌથી વધુ ચર્ચામાં રહ્યો તે ગ્રીષ્મા નો હત્યા કાંડ છે. આપણે સૌ જાણીએ છિએ કે ગ્રીષ્મા ના હત્યા ના પડઘા આખા પંથકમા ઘણા ઊંડા પડ્યા છે. તેવામાં લોકોમાં ફેનિલ ને લઈને ગુસ્સો અને ગ્રીષ્મા ના પરિવાર ને લઈને સાંત્વના છે. લોકો ગ્રીષ્મા ને ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યા છે.
જો કે આ મામલે હવે તપાસ તેજ કરો દેવામાં આવી છે સાક્ષિઓ અને સબુતો દ્વારા તપાસ અને ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. રોજ છ થી સાત કલાક ટ્રાયલ ચાલી રહી છે અને સરકારી વકીલ નયન સુખડવાલા એ જણાવ્યું કે મહિના દોઢ મહિનામા કેશ ની સુનવણી થઈ જશે રોજ જેમ કેસ આગળ ચાલે છે તેમ તેમાં અનેક નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પરંતુ આજે જે કોર્ટ માં થયું તે અલગજ હતું.
જણાવી દઈએ કે રોજ ની જેમ આજે પણ ગ્રીષ્મા ના કેશ ને લઈને સુનવણી ચાલી રહી હતી તેવામાં એકા એક ફેનિલ બેભાન થઈને જમીન પર પડ્યો જે બાદ કોર્ટમાં ભાગદોડ થઈ ગઈ ફેનિલ ને તાત્કાલિ રિતે હોસ્પીટલ લઇ જવામાં આવ્યો અને જ્યાં તેની તબીયત હાલમાં સારી હોવાનું સામે આવ્યું છે.
જણાવી દઈએ કે પોલીસ દ્વારા ફેનિલ વિરુધ્ધ દાખલ કરેલ ચાર્જશીટમાં ફેનિલ સામે 2500 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે આ ચાર્જશીટમાં 23 પંચનામાં અને 190 સાક્ષી ઉપરાંત 188 દસ્તાવેજી પુરાવા સાથો સાથ મેડિકલનો પુરાવો અને ફોરેન્સિક પુરાવો તથા ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
શું હતો બનાવ… સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં આવેલા પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીનો છે એક ગ્રીષ્માં વૈકરીયા નામની યુવતી રહેતી હતી. કે જેને છેલ્લા ૧ વર્ષથી ફેનિલ પંકજ ગોયાણી નામનો એક તરફી પ્રેમી હેરાન કરતો હતો. એક દિવસ ફેનિલ ગ્રીષ્મા ના ઘરે ગયો અને ત્યાં જઈને તેને હેરાન કરવા લાગ્યો. જો કે ગ્રીષ્મા ના કાકાએ ફેનિલ મેં ઠપકો આપતા ફેનિલે ગ્રીષ્મા ના કાકા પર ચાકુ વડે હુમલો કર્યો. આ સમયે ગ્રીષ્મા નો ભાઈ કાકા ને બચાવવા જતા ફેનિલે ગ્રીષ્મા ના કાકા અને ભાઈ બંને ને ગંભીર રીતે ઘાયલ કર્યા. જે બાદ ગ્રીષ્મા તેમનેબચવવા આવતા ફેનિલે તેને પણ બાથ માં લીધી અને જાહેરમાં તેના પરિવાર સામેં આ ફેનીલે ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી હતી.