ચાર મુસ્લિમ ભાઈઓ એ ધર્મ ની દીવાલ તોડી 90-વર્ષ ની હિન્દૂ વૃદ્ધા ને આપી કાંધ. વૃદ્ધા ને દીકરો ના હોવાના કારણે દીકરી એ, જાણો વિગતે.
આપણા દેશમાં ધર્મ જાતિ ને લઈને ઘણા બધા ઝઘડાઓ થતા જોવા મળે છે. લોકો પોત પોતાના ધર્મને માન સન્માન આપતા હોય છે તે વાત સાચી પરંતુ ધર્મ ને લઈને એકબીજાના ધર્મ પ્રત્યે દેશ અને ઘૃણા રાખીને ઝઘડાઓ થતા હોય છે. પરંતુ હાલમાં એક મધ્યપ્રદેશમાંથી ચાર મુસ્લિમ ભાઈઓએ ધર્મની દિવાલ તોડીને એક હિન્દુ વૃદ્ધાને કાંધ આપી હતી અને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વધુ વિગતે વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહેતા 90 વર્ષના વૃદ્ધા રામદેહી કે જેઓ ગ્વાલિયરની નવી રેલવે કોલોનીમાં આવેલી દરગાહ કોમ્પ્લેક્સમાં રહેતા હતા. વૃદ્ધ મહિલા ની પુત્રી શીલા કે જે દિલ્હીમાં રહેતા હતા. વૃદ્ધ મહિલા ના સગા સંબંધીઓએ તેની સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા. વૃદ્ધ મહિલા પહેલા તેના ભાઈઓ સાથે રહેતા હતા પરંતુ તેના ભાઈઓ ના મૃત્યુ બાદ તેનો આધાર છીનવાય ગયો હતો.
આ બાદ પરિવારે કાઢી મુક્યા બાદ મહાનગરપાલિકાના કર્મચારી સાકીર ખાનનો પરિવાર વૃદ્ધ મહિલાનો સહારો બન્યો. પરિવારે દરગાહ પરિસરમાં તેમના રહેવા માટેની વ્યવસ્થા કરી અને તેમને ભોજન પણ પૂરું પાડતા હતા. વૃદ્ધ મહિલાનું ગુરુવારે અચાનક અવસાન થયા બાદ જ્યાં સુધી તેની દીકરી દિલ્હીથી મધ્યપ્રદેશ આવ્યા નહીં ત્યાં સુધી મુસ્લિમ પરિવારે તેને દેખભાળ કરી હતી.
વૃદ્ધ મહિલા ને કોઈ દીકરો ન હોવાને કારણે તેની પુત્રીએ અગ્નિસંસ્કાર કર્યા હતા. તો મુસ્લિમ ભાઈઓએ તેને કાંધ આપીને એક માનવતા ભર્યું કામ કર્યું હતું. આમ આ અનોખો કિસ્સો સામે આવ્યો છે. પુત્રની ફરજ બજાવનાર શીલા કહે છે કે માતા માટે હું એકમાત્ર પુત્રી હતી અને પુત્ર પણ હતો. તેથી જ મેં તેમના અંતિમ સંસ્કારની સંપૂર્ણ ફરજ બજાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!