આપણા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ખૂબ જામેલો છે. કેન્દ્ર માં શાસન કરી રહેલી ભાજપ સરકાર ના મોટા મોટા નેતાઓના આટા ફેરા ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યા છે. તો દિલ્હીમાં પોતાનું શાસન કરી રહેલી આમ આદમી પાર્ટી ના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ પણ પોતાના કાર્યકર્તાઓને મેદાને ઉતારી દીધા છે અને ઉમેદવારો જોરશોર થી પડઘમ પાડી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ સરકારે પણ ઉમેદવારોને પોતાના કામ માં વ્યસ્ત કરી દીધેલા છે.
તો કેટલાક ઉમેદવારો અપક્ષ માંથી લડે છે. આ તમામ ઉમેદવારો ગુજરાત ઉપર શાસન કરવા માટે પોતાનું સર્વસ્વ જોર લગાવી રહ્યા છે. થોડા સમય પહેલા આપણા ગુજરાતમાં દિવ્યાંગ કમા નામનો વ્યક્તિ પ્રખ્યાત થયો હતો. કિર્તીદાનભાઈ ગઢવીના કાર્યક્રમથી પ્રખ્યાત થયેલો દિવ્યાંગ કમા નું નસીબ એટલું જોર કરી ગયું કે હવે તે ભાજપ સરકારના સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર કરતો જોવા મળે છે. જાણવા મળ્યું કે ભાજપના સ્ટાર પ્રચારકોમાં કમાનું નામ ઉમેરવામાં આવ્યું છે.
જેમાં ભાવનગર જિલ્લાની પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીના મત વિસ્તારમાં મતદારોને આકર્ષવા માટે કમાને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યો છે. તો કમો ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં જઈને મતદાતાઓને આકર્ષી રહ્યો છે જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે તેમ કમો ખુલ્લી ગાડીમાં હાથમાં ભાજપનો ઝંડો લઈને ગળામાં હારો નો ઢગલો પહેરીને બ્લુ કલરના બ્લેઝરમાં મતદાતાઓને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
રસીયો રૂપાળો રંગ રેલીયો ગીતથી પ્રખ્યાત થયેલો કમો આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. હવે જોવાનું રહ્યું કે ગુજરાતની જનતા કોને ગુજરાતની ધરા હાથમાં સોપે છે. ગુજરાતમાં આમ તો ચૂંટણીની તારીખ અને પરિણામ ની તારીખ બધું જ ફાઈનલ થઇ ચૂક્યું છે. અમુક વિસ્તારમાં તમામ પક્ષો મોટી મોટી રેલીઓ કાઢીને મતદાતાઓને આકર્ષિત કરી રહ્યા છે. તો કમો પણ પોતાનું જોર લગાવી રહ્યો છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) November 21, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!