આ મહિલાએ ફુલ છોડ દ્વારા ઘરમાજ બનાવ્યું એવું સુંદર પાર્ક જોઈને ખુશ થઈ જાસો..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાનું ઘર કેટલું મહત્વનું હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે દુનિયાનો ખૂણો એટલે ઘર. વ્યક્તિ ગમ્મે તેટલો થાકેલો હોઈ એક વખત પોતાને ઘરે જાય કે તરત જ તેનો થાક ઉતરી જાય છે વ્યક્તિ ને પોતાના ઘર જેવી શાંતિ અને આનંદ મોંઘી અને વૈભવી હોટલો માં મળતી નથી.

તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે મહિલા ઓ માટે પોતાના બંને ઘર એટલે કે લગ્ન પહેલા પિયર અને લગ્ન બાદ સાસરું ઘણું મહત્વ અને લાગણી સભર બને છે મહિલાઓ પોતાના ઘરને પોતાના બાળક ની જેમ સાચવે છે અને તેને શણગારે છે. આપણે અહીં એક આવીજ મહિલા વિશે વાત કરવાની છે કે જેમણે પોતાનું ઘર એટલી સુંદર રીતે શણગારયુ છે કે જોઈને સૌ કોઈ પ્રફુલિત થઈ જાય.

આપણે અહીં ઍંગુલ (ઓડિશા) ની રહેવાસી સ્વેતા પાન્ડા વિશે અને તેમના ઘર વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે હાલમાં સ્વેતા પાન્ડા ની ઉંમર 36 વર્ષ છે પરંતુ તેઓ બાળપણ થી જ ગાર્ડનીગ કરી રહ્યા અને આ તેમનો શોખ પણ છે જોકે લગ્ન બાદ તેમનો આ શોખ અધૂરો રહી ગયો. પરંતુ ગાર્ડનિગ ને લઈને તેઓ સતત ઉત્સુક રહેતા.

પરંતુ કહેવાય છે કે કોઈ વસ્તુને સાચા હૃદયથી માંગવામાં આવે તો તે જરૂર મળે છે તેમ સ્વેતા પાન્ડા નું સપનું પણ પાચ વર્ષ પહેલા પૂરું થયું જ્યારે તેને ગ્રાઉન્ડ ફ્લોર પર મકાન મળ્યું હતું. જે બાદ ગાર્ડનિગ માટે તેમને વધુ જગ્યા મળી. અને તેમણે એક પછી એક અનેક છોડ લગાવી પોતાનું ગાર્ડન બનાવ્યું

સ્વેતા કહે છે, “મારી પાસે હંમેશા થોડા છોડ હતા, પરંતુ બગીચો બનાવવાની મારી ઈચ્છા પાંચ વર્ષ પહેલાં ત્યારે પૂરી થઈ, જ્યારે મારા પતિ, અવિનાશ પાંડાને ઓફિસમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ક્વાર્ટર મળ્યું. અહીં અમને ઘરની આગળ અને પાછળ બંને બાજુ છોડ ઉગાડવા માટે સારી જગ્યા મળી છે.”

જો કે સ્વેતા ના આ ગાર્ડન માં અનેક પ્રકારના છોડ છે. જાણાવિ દઈએ કે એક પછી એક છોડ લગાવતા આજે તેમની પાસે 600 જેટલા છોડ છે તેમણે અમુક ફળ ના છોડ અને સાથે કિચન ગાર્ડન પણ બનાવ્યું છે. ઉપરાંત ગાર્ડન ને શણગારવા માટે અનેક વસ્તુઓ પણ લગાવી છે. જણાવી દઈએ કે સ્વાતિ ને આર્ટ અને ક્રાફ્ત નો શોખ છે જેને લઈને તે ખાલી સમય માં અનેક વસ્તુઓ બનાવતી રહે છે.

સ્વેતા કહે છે, “મારા સાસુ સસરા અમારી સાથે રહે છે, તેથી મને ગાર્ડનિગ માં પણ તેમનો સહયોગ મળે છે. આ બગીચો અમારા પરિવાર માટે ખૂબ જ ખાસ છે, જ્યાં મારો આખો પરિવાર સાથે સમય વિતાવે છે.”

જો કે આહિના તમામ છોડ સ્વાતિ બહેને કુંડા માં લગાવ્યા છે કારણ કે જો ભવિસ્ય્મા આ કોટર ખાલી કરવાનો સમય આવે તો છોડને સાથે લઇ જવાય. જો વાત આ બગીચા અંગેની ખાસ વાતો અંગે કરીએ તો જણાવી દઈએ કે બગીચાના દરેક ।કુંડાને ખૂબ જ સુંદર રીતે પેઇન્ટિંગ દ્વારા શણગારવામાં આવે છે. ઉપરાંત જૂના બોક્સ, બોટલ અને ટાયરનો પણ એટલો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે કે ઘરનો બગીચો થીમ પાર્ક જેવો લાગે છે. તેમના બગીચામાં 45 થી વધુ જાતના છોડ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.