IndiaNational

મુકેશ અંબાણીની સંપતિમા ધરખમ ઘટાડો ધનિક વ્યક્તિની યાદીમાં તેમને પછાડી આવ્યક્તિ બન્યા નંબર 1

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં પૈસા ઘણા જરૂરી છે અને દરેક વ્યક્તિ ની ઇચ્છા જીવનમાં ધનિક બનવાની હોઈ છે. તેવામાં દુનિયા માં અનેક લોકો છે કે જેમણે પોતાના કાર્યથી દુનિયા ના ધનિક લોકો ની યાદીમાં પોતાનું નામ સામેલ કર્યું છે. જેમાં આપણા દેશના ઘણા લોકો નો પણ સમાવેશ થાય છે.

આપણે અહીં એવા જ એક વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમના નામ આ યાદીમાં છે. આપણે અહીં એશિયા ના આવા જ બે દિગ્ગ્જ ઉદ્યોગ પતિ વિશે વાત કરાવાનિ છે કે જેમના નામ હાલમાં ઘણા ચર્ચામાં છે. આપણે અહીં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે હાલમાં અત્યાર સુધી મુકેશ અંબાણી એશિયા ના અને દેશના સૌથી ધનિક વ્યક્તિ હતા.

પરંતુ જણાવી દઈએ કે હાલમાં મુકેશ અંબાણી ની સંપતિમા ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે તેઓ હવે ભારત અને એશિયા ના ધનવાન વ્યકતિ રહ્યા નથી. આ ખિતાબ હવે તેમના હરીફ અને ભારત ના એક સફળ ઉદ્યોગ પતિ ગૌતમ અદાણી પાસે આવી ગયો છે અને ફરી ધનવાન વ્યક્તિ ની યાદિમા મુકેશ અંબાણી ગૌતમ અદાણી કરતા પાછળ રહી ગયા છે.

જણાવી દઈએ કે ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સ પરથી મળતી માહિતી અનુસાર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી ની નેટવર્થ $89.6 બિલિયન સુધી પહોંચી ગઈ હતી જે બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં $1.9 બિલિયનનો વધારો થયો છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં $ 42 મિલિયનનો ઘટાડો નોંધાયો.

ગૌતમ અદાણી ની સંપતિ માં થયેલા વધારા ના કારણે તેઓ એશિયાના સૌથી અમીર વ્યક્તિની સાથો સાથ વિશ્વના ટોપ 10 સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં આવી ગયા છે, જ્યારે મુકેશ અંબાણી આ યાદીમાંથી બહાર થઈ ગયા છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની સંપતિમા થયેલા ઘટાડા ના કારણે તેઓ આ યાદીમાં અંબાણી 11માં નંબરે છે. જ્યારે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ વિશે વાત કરીએ તો ટેસ્લાના CEO એલોન મસ્ક $235.3 બિલિયનની નેટવર્થ સાથે નંબર વન પર યથાવત છે.

હવે જો વાત ગૌતમ અદાણી ના છેલ્લા અમુક વર્ષો અંગે કરીએ તો ફોર્બ્સ અનુસાર, વર્ષ 2017માં ગૌતમ અદાણીની નેટવર્થ $5.8 બિલિયન હતી અને તે વિશ્વના અમીરોની યાદીમાં 250માં નંબર પર હતા. જ્યારે વર્ષ 2018માં તેમની સંપત્તિ $9.7 બિલિયન થઈ અને આ સાથે તેઓ 154મા સ્થાને પહોંચી ગયા. જે બાદ વર્ષ 2019માં ગૌતમ અદાણી ની સંપતિ ઘટીને $8.7 બિલિયન થઈ હતી અને ફોર્બ્સની યાદીમાં તેઓ 167માં સ્થાને પહોંચી ગયા હતા જો કે વર્ષ 2020માં ગૌતમ અદાણી ની સંપતિ માં કોઈ પણ વધારો ન થયો. પરંતુ પાછલુ વર્ષ ગૌતમ અદાણી માટે ખાસ સાબિત થયું જણાવી દઈએ કે વર્ષ 2021 માં ગૌતમ અદાણી ની સંપતિ $50.5 બિલિયન સુધી પહોંચી ગઈ છે. અને તેઓ ફોર્બ્સની યાદીમા 24મા સ્થાને પહોંચી ગયા હતા.

હવે અહીં જો વાત મુકેશ અંબાણી અંગે કરીએ તો જણાવી દઈએ કે ફોર્બ્સ અનુસાર, વર્ષ 2017માં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 23.2 બિલિયન ડોલર હતી. કે જે વધીને વર્ષ 2018મા $40.1 બિલિયન થઈ ગઈ. જે પછી વર્ષ 2019 માં મુકેશ અંબાણી ની સંપતિ $50 બિલિયન થઈ હતી જેના કારણે તેઓ ફોર્બ્સની સૂચિમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. પરંતુ તેમની સંપતિ ની વિસ્તાર યાત્રા ને વર્ષ 2020માં આંચકો લાગ્યો અને તેમની સંપત્તિ ઘટીને માત્ર $36.8 બિલિયન થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *