ગીતાબહેન રબારી ભાવિ પતિ સાથે પહોંચ્યા હરિદ્વાર ! ગંગા ઘાટ પર ભક્તિ માં થયા લિન, જુઓ ખાસ તસવીરો.
ગુજરાતની પ્રખ્યાત ગાયક કલાકાર કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત ગીતાબેન રબારી કે જે તેના ગીતોના કારણે માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. વિદેશમાં પણ ગીતાબેન રબારી ગીતોની રમઝટ બોલાવતા હોય છે. ગીતાબેન રબારીએ જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો છે પરંતુ આજે તે ખૂબ વૈભવશાળી જીવન જીવે છે.
સોશિયલ મીડિયા ઉપર પણ તેનું ફેન ફોલોઇંગ ખૂબ જ મોટું છે. હાલમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર કેટલીક તસવીરો શેર થયેલી છે. જેમાં જોતા ખ્યાલ આવ્યો કે ગીતાબેન રબારી અને તેમના પતિ સહ પરિવાર સાથે હરિદ્વારમાં પહોંચ્યા છે અને ગંગા આરતીનો આનંદ લઇ રહ્યા છે. વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી તેના ભાવિ પતિ સાથે હરિદ્વારમાં ગંગા માતાની દિવ્ય આરતી માં પણ બેસેલા જોવા મળે છે.
ગીતા બહેન રબારીએ આ તસવીરો શેર કરતા લખ્યું હતું કે સનાતન ધર્મના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ હરિદ્વાર ખાતે હરકી પૌરી ખાતે મા ગંગા ની દિવ્ય મહા આરતી કરવાનો મોકો મળ્યો અને ખૂબ જ આનંદની લાગણી અનુભવી હરિનો દરવાજો હોય કે હરિદ્વાર હોય બંને ભાગ્યશાળી માણસ જ ત્યાં પહોંચે છે.
ગીતાબેન રબારી અને તેના ભાવિ પતિ પૃથ્વી રબારી ગંગાઘાટ ઉપર બેસેલા જોવા મળે છે અને ગંગા આરતીમાં લીંન થઈને ભજનમાં બેસેલા જોવા મળે છે. ગીતાબેન રબારી ને ત્યાં જોઈને અનેક ચાહકો તેમને મળવા આવ્યા હતા. ગીતાબેન રબારી ના જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે તે ગીતોને રમઝટ બોલાવીને લોકોને મન્ત્રમૂગ્ધ કરી દેતા હોય છે. લોકો ને આ ફોટા અને વિડિયો ખાસ પસંદ આવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!