અમેરિકામાં ગીતાબેન રબારીના મધુર સ્વરો પર હોંશે હોંશે ગરબા રમ્યા ગુજરાતીઓ ! જુઓ આ ખાસ તસવીરો
મિત્રો હાલ હવે નવરાત્રીને ગણતરીની ક્ષણો રહી ગઈ છે આથી જ આખા ગુજરાતમાં ઠેર ઠેર લોકો ગરબા રમવાની તૈયારી કરી રહયા છે જયારે ખેલૈયાઓ તો અત્યારથી જ વન નાઈટ નવરાત્રીમાં જવા લાગ્યા છે જયારે આયોજકો નવરાત્રીનું આયોજન કરવામાં વ્યસ્ત છે તેમ જ મહિલાઓ માતાના ગરબાની પધરામણી માટે ઘણા ઉત્સુખ જોવા મળી રહ્યા છે.
એટલામાં તમને ખબર જ હશે કે વિદેશમાં પણ આપણા વસતા ગુજરાતીઓ ખુબ જ ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરતા હોય છે, ત્યાં પણ ગુજરાતી ગીતો પર લોકો ગરબે ઘુમતા હોય છે. તમને ખબર જ હશે કે આપણા ગુજરાતના લોકચાહિતા ગાયક કલાકારો કિર્તીદાન ગઢવી,કિંજલ દવે તથા ગીતાબેન રબારી જેવા અનેક મોટા ગાયક કલાકારોને ગીતો ગાવા માટે બોલવામાં આવે છે.
એવામાં હાલના સમયમાં ગીતાબેન રબારી પ્રિ નવરાત્રી માટે જ અમેરિકાના પ્રવાસે છે, તમને ન્યુ જર્સીની અંદર ગીતાબેન પોતાના ગીતોથી સૌ કોઈને ગરબા ખેલતા કર્યા હતા. લોકોએ ગીતાબેન રબારીના ગીતોના તાલો પર ખુબ જોરદાર ગરબા કર્યા હતા તથા નવરાત્રી શરૂ થાય તેની પેહલા જ જોરદાર રીતે ગરબાની રમઝટ બોલાવી હતી. ગીતાબેન રબારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર અનેક તસવીરો શેર કરતા જ રહે છે.
આથી જ તેઓએ ન્યુ જર્સીમાં થયેલ તેમના ગરબાના પ્રોગ્રામની પણ તસવીરો તેઓએ ફેસબુક પર શેર કરી છે જેમાં તેઓ ન્યુ જર્સીના તમામ ગુજરાતીઓનો પ્રેમ બતાવા બદલ આભાર માન્યો હતો, આ તસ્વીરોની અંદર જોઈ શકાય છે કે ગીતાબેન ગીતો ગાય તો રહ્યા છે અને સાથો સાથ સ્ટેજ પર જ ગરબે ઘૂમી રહ્યા છે.તમને આ તસવીરો કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો.