મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌના જીવનમાં અભ્યાસ ઘણો જરૂરી છે, આપણે સૌ એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે કે જ્યાં લોકો અનેક મુસીબત નો સામનો કરીને પણ પોતાની અભ્યાસ ની લગન છોડતા નથી અને વિકટ થી વિકટ સમયમાં પણ લોકો ભણતર પ્રત્યે પોતાની રુચિ જાળવી જ રાખે છે.
તેવામાં જો વાત મહિલાઓ અંગે કરીએ તો આપણે ઘણી વખત જોયું છે કે મહિલા ગર્ભવતી હોવા છતાં પણ તેઓ પોતાનો અભ્યાસ છોડતા નથી. જોકે આવા સમયે પરીક્ષા સંચાલક અને હાજર તમામ લોકો દ્વારા આવી ગર્ભવતી મહિલાઓ ને પૂરતો સહકાર આપવામાં આવે છે.
હાલમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક પરીક્ષાર્થીએ શરૂ પરીક્ષાએ બાળકીને જન્મ આપ્યો હતો જો કે બાળકીના જન્મ બાદ પરીક્ષા કેન્દ્ર પર હાજર લોકો અને પરીક્ષાર્થી ના પરિવારમાં પણ ઘણો હરખનો માહોલ છે. જો વાત આ બનાવ વિશે વિસ્તારથી કરીએ તો તેની વિગત આ પ્રમાણે છે. આ ઘટના બિહારના ભાગલ પૂર નો છે. અહીં એક પરીક્ષાર્થી કે જેમનું નામ રૂપા છે તેમણે બાળકીને જન્મ આપ્યો છે.
આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે બોર્ડ ની પરીક્ષાઓ આ સમયગાળા માં આવતી હોઈ છે પરંતુ હાલમાં બિહારમાં અમુક જગ્યાએ ઇન્ટર પરીક્ષા ચાલી રહી છે. જણાવી દઈએ કે રૂપા અહીંના આસનંદપુર મુસ્લિમ ઉર્દુ ગર્લ્સ હાઈસ્કૂલ માં બીજી સ્ફિટમાં ઇન્ટર પરીક્ષા આપી રહી હતી.
તેવામાં પરીક્ષા દરમિયાન રૂપાને પ્રસુતિ પીડા થવા લાગી તેવામાં સંચાલકો દ્વારા એમ્બ્યુલન્સ ને ફોન કરીને બોલાવવામાં આવી અને રૂપાને હોસ્પિટલ લઇ જવામાં આવી જે બાદ તેમણે એક બાળકીને જન્મ આપ્યો જોકે હાલમાં માતા અને બાળકી બંને સ્વસ્થ છે. બાળકીના જન્મની ખુશી પરીક્ષા સેન્ટરમાં પણ લોકોએ મીઠાઈ ખાઈને વ્યક્ત કરી હાલમાં પરિવારમાં પણ બાળકીના જન્મને લઈને આનંદ નો માહોલ છે,
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.