વિદેશમાં ગુજરાતી સિંગરનો મેળો! કિંજલ દવે બાદ ગીતા રબારી પણ પતિ સાથે આ ખાસ જગ્યાએ ફરવા ગયા..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા વિશ્વના લોકો દ્વારા ગુજરાતી સંગીત ને ઘણું પસંદ આવે છે. લોકોને ગુજરાતી ગીતો, આખ્યાનો ઉપરાંત અન્ય ગુજરાતી સંગીતો સાંભળવા ગમે છે. જોકે ગુજરાતી સંગીત ને વિશ્વમાં નામના અપાવ્વામા ગુજરાતી સિંગરનો ઘણો મોટો હાથ છે. આપણે અહીં એક આવાજ ગુજરાતી કલાકાર વિશે વાત કરવાની છે.
આપણે અહીં કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતા રબારી વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે તેમની લોક પ્રિયતા આખા વિશ્વ માં છે. અને તેમના ચાહકો મોટા પ્રમાણ છે તેઓ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશ માં પણ કાર્યક્રમ કરે છે અને લોકોને પોતાના અવાજ પર નચાવે છે. ગીતા રબારી પોતાના ગીત અને અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં કિંજલ દવે ભાવિ પતિ પવન જોશી સાથે દુબઇ ફરવા ગ્યા છે કે જ્યાંથી તેઓ અનેક ફોટા અને વિડિઓ સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યા છે જેને લોકો પસંદ કરી રહ્યા છે તેવામાં હવે ગીતા રબારી પણ ફરવા ગયાં છે. જણાવી દઈએ કે ગીતા રબારીએ પૃથ્વી રબારી સાથે લગ્ન કર્યા છે.
અને હાલમાં આ કપલ અમેરિકા ફરવા ગયા છે. હાલમાં ગીતા રબારી અને પૃથ્વી રબારી નો એરપોર્ટ લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. જો વાત તેમના એરપોર્ટ લુક અંગે કરીએ તો હંમેશા પારંપરિક લુક માં જોવા મળતા ગીતા રબારી અહીં અલગજ અંદાજ માં જોવા મળ્યા હતા. આ સમયે ગીતા રબારી એ એરપોર્ટ પર જીન્સ અને ટીશર્ટ પહેર્યા હતા ઉપરાંત ચસમા પણ પહેર્યા હતા. તથા એક હાથમાં કેરી બેગ જ્યારે બીજા હાથમાં ટ્રાવેલર બેગ પણ હતું. જ્યારે પૃથ્વી પણ જીન્સ ટીશર્ટ માં જોવા મળ્યા હતા.
હાલમાં ગીતા રબારી અને પૃથ્વીએ સોશ્યલ મીડિયા પર પોતાના આ લુક્ને સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો હતો જેને લોકોએ ઘણો પ્રેમ કર્યો હતો સોશ્યલ મીડિયા પર ફોટા શેર કરતા ગીતા બહેને કેપ્શન લખ્યું કે, Usa tour Begins. જણાવી દઈએ કે હજુ ગ્યા વર્ષમાં જ ગીતા રબારી અમેરિકા ગ્યા હતા અને હવે ફરી તેઓ પતિ સાથે અમેરિકા ના પ્રવાસે છે.
ગીતા રબારી સાથે જોડાયેલ એક ખાસ જાણવા જેવી વાત એ છે કે વર્ષ 2019 માં ગીતાબેન રબારીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને મોદીજી ને એક ગીત પણ સમર્પિત કર્યું હતું. આ સમયે ગીતા બહેને જણાવ્યું કે તેઓ પહેલીવાર નરેન્દ્ર મોદીને નથી મળી રહયા, આ પહેલા પણ મળ્યા છે.
જેને લઈને ગીતા રબારીએ જણાવ્યું કે, ‘ હું જ્યારે નાની હતી ત્યારે હું તેમણે ( નરેન્દ્ર મોદીને ) પહેલીવાર મળી હતી. મેં શાળામાં ગીત ગાયું હતું, ત્યારે તેમણે મને 250 રૂપિયા આપ્યા હતા અને અભ્યાસ કરતા રહેવાનું કહ્યું હતું. ” આ ઉપરાંત ગીતા એ જણાવ્યું હતું કે, ‘ અમે જંગલમાં રહેવાવાળા માલધારી લોકો છીએ. મારા પિતાને ‘ બેટી બચાવો, બેટી પઢાઓ’ નું પોસ્ટ કાર્ડ મળ્યું એ પછી તેમણે મને શાળામાં મૂકી હતી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.