લંડન માં કાર્યક્રમ કરવા પહોંચેલ ‘ગીતાબહેન રબારી’ નો સામે આવ્યો વેસ્ટર્ન લુક ! જુઓ ફોટા.
ગુજરાતી ગાયક કલાકારો માં ઘણા કલાકારો એવા છે કે તે ગુજરાત ઉપરાંત દેશ ની બહાર વસતા ગુજરાત વાસીઓ વસતા હોય ત્યાં જય ને ડાયરા અને લોક ગીતો ની રમઝટ બોલાવતા હોય છે. ગાયકો અને ડાયરાના કલાકારો વિદેશ માં જય ને પણ પોતાની કલા પ્રદર્શિત કરતા હોય છે. એવા જ એક ગુજરાત ના લોકો ના પ્રિય કલાકાર ‘ ગીતાબહેન રબારી ‘ એ લંડન માં વસતા ગુજરાત વાસીઓ ની વચ્ચે જય ને ડાયરાની રમઝટ બોલાવી હતી.
ગીતા બહેન રબારી એ લંડન માં કાર્યક્રમ દરમિયાન ના ફોટા સોશિયલ મીડિયા પણ ઢગલા બંધ શેર કર્યા હતા. જેમાં ગીતાબહેન રબારી નો એક નવો જ લુક તેના ફેન્સ ને જોવા મળ્યો હતો. ગીતાબહેન રબારી લંડન માં વેસ્ટ્રન લુક માં જોવા મળ્યા હતા. આ લુક માં જોઈ ને તેના ફેન્સ પણ ચકિત રહી ગયા હતા. કાર્યક્રમ માં સાંસ્કૃતિક પરિધાન માં જોવા મળતા ગીતાબહેન રબારી નો લંડન માં જુદો જ લુક જોવા મળ્યો હતો.
લંડન શહેર માં વેસ્ટર્ન લુક માં ફોટા પડાવી ગીતાબહેને ઇન્સ્ટાગ્રામ માં શેર કરતા લોકો એ કોમેન્ટો નો દોર શરુ કરી દીધો. ફેન્સ ઉપરાંત કિંજલ દવે, ઉર્વશી બેન રાદડિયા ને પણ આ લુક ખુબ જ પસંદ આવ્યો હતો. અને કોમેન્ટ કરી ને તેણે આ લુક ના વખાણ કર્યા હતા. ગીતાબહેન ના આ લુક માં તેના ફેન્સ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. લંડન ના ફરવા લાયક સ્થળો પર જઈને ત્યાંના ફોટા શેર કરેલા જોવા મળે છે. ફરવા ઉપરાંત શોપિંગ ના પણ ફોટા જોવા મળે છે.
ગીતાબહેન ના લંડન ના કાર્યક્રમ ની વાત કરીએ તો ત્યાં તેણે ડાયરાની રમઝટ બોલાવી હતી. અને લોકો એ તેના પર ખુબ પાઉન્ડ નો વરસાદ કર્યો હતો. લોકો આ કાર્યક્રમ માં મન મૂકી ને ઝૂમી ઉઠ્યા હતા. લોકો ને કાર્યક્રમ માં એવું લાગ્યું કે, જાણે તે ગુજરાત ની ધરતી પર કાર્યક્રમ નિહાળતા હોય.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.