ગ્લેમર બબીતા આજે પરિવાર સાથે જીવે છે લક્સરીયસ જીવન ! આલીશાન જીવન ની તસવીરો રહી જશે દંગ, જુઓ ખાસ તસવીરો.
છેલ્લા 14 વર્ષથી આપણા ભારતમાં ટેલિવિઝન ઉપર આવી રહેલી પ્રખ્યાત કોમેડી સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આવતા દરેક પાત્ર લોકોના પ્રિય પાત્ર છે. પરંતુ ટીવી સીરીયલ માં સૌથી સુંદર મહિલાનું પાત્ર હોય તો તે છે બબીતા નું પાત્ર. બબીતા નું પાત્ર તેની સુંદરતાને કારણે લોકોને ખૂબ પસંદ આવે છે. આજે અમે તમને બબીતા વિશે થોડી ઘણી વાતો જણાવીશું.
બબીતાનું સાચું નામ મુનમુન દત્તા છે. મુનમુન દત્તા નો જન્મ 28 સપ્ટેમ્બર 1987 ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. તે બંગાળી હિંદુ પરિવારની છે. તેણે અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. પ્રાથમિક શિક્ષણ કાનપુરની એક્સપોર્ટ મોડલ સીનીયર સેકન્ડરી સ્કૂલમાં મેળવ્યું હતું. ત્યારબાદ વધુ અભ્યાસ માટે પુણે ગઈ હતી ત્યાંથી તેને આર્ટસમાં માસ્ટર ડિગ્રી મેળવી. બબીતા ડોક્ટર બનવા માંગતી હતી.
પરંતુ તેની માતાએ તેને પત્રકારત્વમાં કોર્ષ શીખવ્યો હતો પરંતુ બબીતા નું નસીબ એવું કે તે ગ્લેમર ની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં તેની મોડેલિંગ અને ઇવેન્ટ્સ અને જાહેરાતોમાં ભાગ લેતી હતી. આ ઉપરાંત તેને પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત ઝી ટીવી શો હમ સબ બારાતીથી કરી હતી જેમાં તે મીઠી ની ભૂમિકામાં જોવા મળી હતી.
વર્ષ 2008માં સબટીવી ના પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેની એન્ટ્રી થઈ હતી અને તે આજે ખૂબ જ લોકોની પ્રિય છે. તેના અંગત જીવનની વાત કરવામાં આવે તો તેમના માતા અને તેમના પિતા બંને ગાયક હતા. મુનમુન દત્તા વિશે જાણીએ તો તે પ્રખ્યાત અભિનેતા અરમાન કોહલીને ડેટ કરી રહી હતી પરંતુ બંનેનો સંબંધ લાંબો સમય સુધી ટકી શક્યો ન હતો અને બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા.
તેમનો જન્મ બંગાળમાં થયો હતો પરંતુ તે હાલમાં મુંબઈમાં રહે છે. મુનમુન દત્તાએ મુંબઈ એક્સપ્રેસ અને હોલીડે જેવી બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરેલું છે. આમ બબીતા આજે ખૂબ જ આલિશન અને વૈભવી જીવન જીવે છે. તે તેના instagram એકાઉન્ટ ઉપર તેના વિડીયો અને ફોટા રોજબરોજ શેર કરતી હોય છે. તેનું આલિશાન જીવન જોઈને લોકો પણ ચકિત રહી જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!