ભાવનગર નું આ પ્રવાસન સ્થળ જોઈ ને ગોવા ને પણ ભૂલી જશે ! દરિયાકિનારે મહેલ અને રમણીય સ્થળ ના, જુઓ ખાસ તસવીરો.
આપણા ગુજરાતમાં અનેક પ્રાચીન પુરાતત્વીય સ્થળો આવેલા છે. જેમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ અને ઉત્ખનન કરતા અનેક પ્રાચીન સંસ્કૃતિઓ ઉજાગર થાય છે. એવું જ એક મૈત્રક વંશ સમયનું ભાવનગર શહેરમાં આવેલું હાથબ ગામ કે જેના દરિયા કિનારેથી મૈત્રક વંશને સમકાલીન ઘણા પ્રાચીન પુરાવાઓ મળી આવેલા છે.
આજે હાથબ ગામ અને તેનો દરિયા કિનારો પ્રવાસન વિભાગ માટે ખૂબ જાણીતો છે. વધુ વિગતે જાણીયે તો ભાવનગર થી 30 કિલોમીટર દૂર દરિયા કિનારે આવેલ હાથબ ગામ એક હવા ખાવાનું સ્થળ તરીકે પ્રખ્યાત છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે. ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા હાથબમાં ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં માનવ સંસ્કૃતિના પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા. વર્ષ 1985માં દીપકભાઈ મહેતા દ્વારા ગુજરાત વન વિભાગના સહયોગથી ત્યાં કાચબા ઉછેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું.
આજથી 1500 વર્ષ પહેલા પશ્ચિમ ભારતમાં મૈત્રક કાળ શાસનમાં હતો. મૈત્રકાળ દરમિયાન આ બંદર ખૂબ ધમધમતુ હતું. આ બંદરેથી અનેક ચીજ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી. જેમાં ખાસ કરીને હાથીદાંત, કાપડ, અકીક, શંખમાંથી બનાવેલા આભૂષણો, રેશમી કાપડ, બહુમૂલ્ય પથ્થર વગેરે જેવા આભૂષણોની નીકાસ થતી અને પશ્ચિમના દેશોમાંથી ચિનાઈ માટીના વાસણો અને ચાંદીના વાસણો ઉપરાંત ઉત્તમ દારૂની આયાત થતી હતી.
ભાવનગરના રાજવીએ હાથબ ગામથી 1.5 કિલોમીટર દૂર એક બંગલો બનાવેલો છે. જે હાલમાં વન વિભાગના કબજામાં છે. બંગલાના પરિસરની આજુબાજુમાં પ્રવાસન સ્થળ સંકુલ વિકસાવવામાં આવેલું છે. અહીં જમવાની પણ ખાસ વ્યવસ્થા જોવા મળે છે. પુરાતત્વ વિભાગ કહે છે કે જો અહીં હજુ ઉત્ખનન કાર્ય કરવામાં આવે તો હજુ સારી સંસ્કૃતિના નમુના મળી શકે છે. આમ દરિયા કિનારે આવેલું આ સુંદર સ્થળ આજે જોવાલાયક છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!