સોના ની કિંમત માં થયો આટલો ફેરફાર જાણો હવે કેટલા રૂપિયા માં મળશે સોનું…..
મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા થોડા સમય થી સોના અને ચાંદી ના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળ્યો હતો. જેને કારણે સોનું ખરીદવામા રસ ધરાવતા લોકો માટે આ એક સોનેરી તક હતી.
જોકે આ તક નો ઘણા લોકોએ ફાયદો પણ ઉપાડ્યો હતો. જેમ અગાઉ માર્કેટ ના જાણકારો એ આગાહી કરી હતી તેમ તહેવારો ના સમય ગળા માં ફરી એક વાર સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ દિવાળી પહેલા સોનું ખરીદવું હવે મોંઘુ બનશે. જેને કારણે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો વાત સોના ના ભાવ વિશે કરીએ તો MCX ની ઉપર, 10 ગ્રામ સોનાની કિંમત 0.20 ટકા વધી છે એટલેકે સોનામાં રૂપિયા 93 નો વધારો જોવા મળિયો છે
જેને કારણે હવે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ માટે 47,355 રૂપિયા એ પહોંચી ગયું છે. જો વાત ચાંદી અંગે કરીએ તો ચાંદી નાં ભાવ માં પણ વધારા જોવા મળ્યો છે જેને કારણે ચાંદી નો ભાવ 64,432 રૂપિયા પર પહોંચી ગયો છે.
જો નિષ્ણાતોનુ માનીએ તો દિવાળીથી ડિસેમ્બર સુધી સોનાની કિંમતમાં 57000 થી 60000 સુધી પણ જોવા મળશે. જ્યારે વાત ચાંદી વિશે કરીએ તો તેમાં પણ મોટો વધારો થવાની સંભાવના છે. વેપારીઓ નાં મતે ચાંદીના ભાવ દિવાળી સુધીમાં અથવા આ વર્ષના અંત સમય સુધીમાં 76,000 થી 82,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવા ની સંભાવના છે.
જો વાત અલગ અલગ શહેરો માં સોનાના ભાવ વિશે કરીએ તો બુધવારે 24 કેરેટના 10 ગ્રામ સોનાનુ મુલ્ય રૂ. 560 ઘટીને રૂ 47,510 પર વેચાઇ રહ્યું છે, જ્યારે વાત ચાંદી વિશે કરીએ તો કાલે ચાંદી ના ભાવ માં 600 રૂપિયાના વધારા જોવા મળ્યો હતો જેને કારણે ચાંદી હવે 64,200 રૂપિયા પ્રતિ કિલો હતી.
નવી દિલ્હી અને મુંબઈમાં સોનુ 22 કેરેટ અને 10 ગ્રામ માટે તેની કિંમત 46,450 રૂપિયા અને 46,510 રૂપિયામાં છે. જ્યારે, ચેન્નાઈમાં સોનાની કિંમત 44,650 રૂપિયા જોવા મળી હતી. જયારે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત નવી દિલ્હીમાં 50,670 રૂપિયા છે. જયારે ચેન્નઈમાં તેનો ભાવ 48,710 રૂપિયામાં છે. અને મુંબઈમા 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 47,510 રૂપિયા છે, કોલકાતામાં તેનો દર 49,55 0 રૂપિયા છે.