IndiaNational

સોનુ ખરીદનાર લોકોમાં ખુશી નો માહોલ લગ્ન પ્રસંગે ફરી સોનુ થયું લોકોના બજેટ માં જાણો આજની કિંમત….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં ફરી એક વખત લગ્નનો સમયગાળો શરૂ થઇ ગયો છે. તેવામાં છેલ્લા લગ્નગાળા માં ઘણા લોકો એક બીજા સાથે લગ્નના પવિત્ર બંધન માં જોડાણા તેવામાં હવે ફરી એક વાર લગ્નનો સમય જામ્યો છે. છેલ્લી લગ્ન સીઝનમાં લોકો દ્વારા સોનાની ભરપૂર માંગ કરવામાં આવી હતી. અને દેશે પણ સોનાના ખરીદ વિચાણમાં નવો વિક્રાંત સર્જાયો હતો. તેવામાં લગ્ન સીઝન શરુ થતા ફરી એક વખત લોકો દ્વારા સોનાની માંગ કરવામાં આવી રહી છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ સોનુ અને ચાંદી જેવી અમૂલ્ય ધાતુઓ ખરીદવા માંગતો હોઈ છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ બંને ધાતુઓ ઘણી મૂલ્યવાન છે. જેના કારણે લોકો આ ધાતુઓ ના ભાવમાં ઘટાડો થાય પછી તેની ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોઈ છે. જો તમે પણ આવીજ રાહમાં છો તો આ લેખ તમારા માટે છે. મિત્રો જણાવી દઈએ કે આ નવું વર્ષ સોનાના ખરીદનાર લોકો માટે સારું સાબિત થાય છે. કારણકે આજ વખતે વર્ષની શરૂઆતથી જ સોના અને ચાંદીના ભાવોમાં ઘટાડો જોવા મળે છે. ભલે આ ઘટાડો મામૂલી હોઈ છતાં પણ સોના અને ચાંદીના ભાવો અમુક અંશે લોકોને રાહત આપે તેવા છે.

હાલ માં પણ સોનાના ભાવની ઘટાડાની આ સફર શરુ જ છે. જણાવી દઈએ કે આ કારોબારી આઠવાડિયા ના પહેલા દિવસે એટલે કે સોમવારના રોજ પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ ઘટાડો ઘણો મામૂલી છે. જણાવી દઈએ કે છેલ્લા કારોબારી દિવસે 10 ગ્રામ અને 22 કેરેટ ના સોનાની કિંમત 47 હજાર 140 રુપિયા હતી. આ કિંમત આજે 47 હજાર 130 રૂપિયા નોંધાઈ છે. એટલે કે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ માટે મામૂલી 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

આ ઉપરાંત જો વાત દેશના સરાફા બજાર અંગે કરીએ તો જણાવી દઈએ કે અહીં 1 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 4 હજાર 713 રૂપિયા નોંધાયો છે. જયારે આ ભાવ 8 ગ્રામ માટે 37 હજાર 704 રૂપિયા જોવા મળે છે. જો વાત 22 કેરેટ અને 10 ગ્રામના સોનાના ભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેનો ભાવ 47 હજાર 130 રૂપિયા જોવા મળ્યો છે. આ ઉપરાંત જો વાત સૌથી શુદ્ધ સોના અંગે કરીએ તો જણાવી દઈએ કે 24 કેરેટ અને 1 ગ્રામ સોનાની કિંમત 5 હજાર 142 રૂપિયા જોવા મળે છે.

જયારે વાત 24 કેરેટ શુદ્ધતા અને 8 ગ્રામ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ સોનાનો ભાવ રૂપિયા 41 હજાર 136 રૂપિયા છે. જયારે વાત 10 ગ્રામ માટે કરીએ તો આ ભાવ 51 હજાર 420 રૂપિયા છે. જો વાત દેશના અલગ અલગ શહેરોમાં સોનાના ભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં સોનાના 10 ગ્રામ અને 24 કેરેટ નો ભાવ 51 હજાર 420 રૂપિયા છે. આ ભાવ મુંબઈ માં 49 હજાર 100 રૂપિયાએ પોહોચી ગયો છે. જયારે તમારે કોલકાતા માં આ 24 કેરેટ અને 10 ગ્રામ સોનુ ખરીદવા 49 હજાર 880 રૂપિયા ચૂકવવા પડશે. જયારે ચેન્નઈ માં 24 કેરેટ વાળા 10 ગ્રામના સોનાની કિંમત રૂપિયા 49 હજાર 440 રૂપિયા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *