ખેડુતો માટે ખુશ ખબર ! અંબાલાલ પટેલ એ આગાહી કરતા કહ્યુ કે 27 સપ્ટેમ્બર થી ગુજરાત ના આ ક્ષેત્રો મા…..
હાલમાં આ વર્ષે વરસાદ ઘણા સમય સુધી ખેંચાય ગયો છે અને આ કારણે વરસાદની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, ત્યારે મેઘરાજાના આવવાના એંધાણ આવી રહ્યા છે. હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડુતો માટે ખુશ ખબર લઇને આવ્યા છે ! વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલ એ આગાહી કરતા કહ્યુ કે 27 સપ્ટેમ્બર થી ગુજરાત ના આ ક્ષેત્રોમાં વરસાદ થશે.
અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 10 સપ્ટેમ્બથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે તેમજ 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે.
આ કારણે સૌથી ખાસ વાત એ છે કે,દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે. જેથી ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે, આ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના રોજ ભારે પવન ફુકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ગુજરાયમાં વરસાદનું આગમન થતા જ ખેડૂતો ખુશહાલ થઇ ગયા છે; ખાસ કરીને સારા વરસાદથી ખરીફ પાકને જીવનદાન મળશે. આ વર્ષે મેઘરાજાએ લાંબા સમય સુધી વિરામ લેતા પાક માટે ચિંતાનો વિષય બન્યો હતો પરંતુ હવે અંબાલાલ પટેલની આગાહીના કારણે ખેડૂતોને હવે એક આશાનું કિરણ બંધાયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!