Gujarat

ગોઝારી ઘટના ! એક પરિવાર ના 5 થી 10 વર્ષ ના પાંચ સગા ભાઈ-બહેનો તળાવ માં ગરકાવ થતા પરિવાર નું હૈયાફાટ રુદન…

Spread the love

હાલ તો આખા ગુજરાતમાં વરસાદની સિઝન ખૂબ ચાલી રહી છે. એવામાં ઘણા લોકો વરસાદની મજા માણવા ધોધ અથવા તો નદી કિનારે અથવા તો દરિયાકિનારે ઉમટી પડતા હોય છે. પરંતુ ક્યારેક દરિયા અથવા તળાવમાં નાવામાં મશગુલ લોકો પોતાનો જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. અને ક્યારેક ડૂબી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. એવી જ એક સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાંથી હચમચાવતી ઘટના સામે આવી છે.

વધુ વિગતે જાણીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક આવેલી એક તળાવડીમાં પાંચ બાળકોના ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજયું હતું. તલાવડીમાં ડુબનાર આ પાંચ બાળકો સગા ભાઈ-બહેનો હતા. જાણવા મળ્યું કે મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી એક તલાવડીમાં આ બાળકો નાવા માટે પડ્યા હતા. ત્યારે અચાનક જ જોતજોતા માં આ બાળકો ડૂબવા લાગ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા.

ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામના સરપંચ રંજનબા ઝાલા એ જણાવ્યું કે ખેત મજૂરી ના કામે આવેલા બે આદિવાસી પરિવારના પાંચ બાળકો તલાવડીમાં નાવા જતા ગોઝારી ઘટના બની હતી. મૃત્યુ પામનાર પાંચ બાળકોમાં ચાર છોકરી અને એક છોકરા નો સમાવેશ થાય છે. જાણવા મળ્યું કે બાળકના પિતા પારસીંગભાઈ કે જે બાળક ન મળતા તળાવને આજુબાજુ બાળકોને શોધી રહ્યા હતા. ત્યારે અચાનક એક બાળકની લાશ તેને દેખાઈ આવી હતી. ત્યારબાદ તેણે બુમા બૂમ કરીને આજુબાજુના લોકોને બોલાવ્યા હતા. અને ત્યારબાદ આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને સ્થાનિક તરવૈયાની મદદથી બાળકોની લાશ ને બહાર કાઢવામાં આવી હતી.

જાણવા મળ્યું કે મૃતક બાળકના પિતા પારસીંગભાઈ કે જે છોટાઉદેપુર જિલ્લાના બોડ ગામના રહેવાસી છે. અને પ્રતાપભાઈ આદિવાસી કે જે મધ્યપ્રદેશના હરીરાજપુર જિલ્લાના ગમતા ગામના રહેવાસી છે. બંને પરિવારના સભ્યો અહીં મજૂરી અર્થે આવેલા હતા. એક જ પરિવારના એકસાથે પાંચ ભાઈ બહેનનો મૃત્યુ પામતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી. આખો પરિવાર શોક ના દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે આવીને આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. મૃત્યુ પામનાર બાળકો ના નામ પ્રિયંકા પારસીંગભાઈ (5-વર્ષ), દિનકી પારસીંગભાઈ (7-વર્ષ), અલ્કેશ પારસીંગભાઈ (10-વર્ષ), લક્ષ્મી પ્રતાપભાઈ (9-વર્ષ), સંજલા પ્રતાપભાઈ (7-વર્ષ ) છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *