દાદા નું તેરમું પણ પત્યું ન હતું ત્યાં તેના બે પૌત્ર ના કરુંણ મૃત્યુ..દાદા ની અસ્થિ વિર્સજન કરતા સમયે બની દર્દનાક ઘટના..વાંચો વિગતે.
ગુજરાતમાંથી રોજબરોજ અનેક લોકોના અકસ્માતે મૃત્યુ થવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. પરંતુ પંચમહાલના ગોધરામાંથી એક હચ મચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારના 26 જેટલા સભ્યો આઇસર ટેમ્પો લઈને ચાણોદ ખાતે પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે ગયા હતા. પરંતુ અસ્થિ વિસર્જન બાદ એવી ઘટના બની કે સાંભળીને હચમચી જશો.
જાણવા મળ્યું કે દાદાના અસ્થિ વિસર્જન કરવા માટે ગયેલા બે પૌત્ર ના ડૂબવાથી અંતે મૃત્યુ નીપજ્યા હતા. વધુ વિગતે જાણીએ તો પંચમહાલના ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર નગર ખાતે નિવાસ કરતા હર્ષવર્ધનસિંહ સોલંકી, જનકસિંહ સોલંકી અને મહેશ પરમાર સહિત પોતાના પરિવારના લગભગ 26 સભ્યો ગોધરાથી આઇસર ટેમ્પો લઈને ચાણોદ ખાતે અસ્થિ વિસર્જન કરવા માટે ગયા હતા. જેમાં અમરસિંહ સોલંકી નામના વ્યક્તિના મૃત્યુ બાદ અસ્થિ વિસર્જન માટે ચાણોદ ગયા હતા.
ત્યારબાદ ચાણોદ અને પોઇચા વચ્ચે આવેલા નદીમાં સ્નાન કરવા માટે હર્ષદ સોલંકી ઉતર્યા હતા. અને તેના પરિવારના સભ્યો પણ હતા. પરંતુ નદીનો પ્રવાહ વધારે હોવાના ક્યારે કારણે હર્ષવર્ધનસિંહ સોલંકી અચાનક ડૂબવા લાગ્યા હતા. હર્ષવર્ધનસિંહને ડૂબતા જોઈને તેના પિતરાઈ ભાઈઓ જનકસિંહ સોલંકી અને મહેશભાઈ પરમાર બંને પાણીમાં છલાંગ લગાવી હતી. પરંતુ હર્ષવર્ધનસિંહ નદીના પાણીની વચ્ચે ત્રણેય ભાઈઓ પણ ટકી શક્યા નહીં. અને તે લોકો પણ ડૂબવા લાગ્યા હતા.
જે બાદ બચાવવા માટે તે લોકો એ બુમાબુમ કરી હતી. ત્રણ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓને સ્થાનિક નાવીકો એ બહાર કાઢ્યા હતા. જેમાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જનકસિંહ સોલંકીનું મૃત્યુ નીપજયુ હતું. જ્યારે મહેશભાઈ પરમાર ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે હર્ષવર્ધનસિંહ સોલંકી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારબાદ હર્ષવર્ધન સોલંકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બાબતે પરિવાર જનો એ પોલીસને જાણ કરી પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એક જ પરિવારના બે સગા પિતરાય ભાઈઓ મૃત્યુ પામતા આખું ગામ હિપકે ચડ્યું હતું. અને બંને પિતરાય ભાઈઓની અર્થી એકસાથે નીકળી હતી. જેમાં પરિવારના સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. મૃતકના પિતા કહે છે કે હજી તેમના પિતાનું તેરમું પણ પત્યું ન હતું. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય એ ગામની મુલાકાત લીધી હતી અને પરિવારોને સાંત્વના પાઠવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!