EntertainmentIndia

ભારત ના એવા ભાગો કે જ્યાં આજ સુધી પણ ભારતીયો નથી જઈ શકતા પરંતુ તેના દ્વાર વિદેશીઓ માટે રહે છે ખુલ્લા….

Spread the love

મિત્રો આપણા દેશને આઝદ થયા તેને પણ ઘણો જ સમય થયો છે આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી પહેલા ભારત દેશ અનેક નાના મોટા રજવાડા માં વહેંચાયેલા હતા. પરંતુ સરદાર વલ્લભભઈ પટેલ અને તેમની સાથેના લોકો ના પ્રયાસો ને કારણે આવા નાના મોટા અનેક રજવાડાઓ ને ભેગા કરીને ભારત દેશ ને અખંડ બનાવ્યો.

આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ અખંડ છે અને દેશ નો કોઇ પણ વ્યક્તિ દેશના ગમ્મે તે ખૂણામાં જઈ શકે છે અને આરામથી રહી શકે છે. પરંતુ તમને જાણીને નવાય લાગશે કે હાલના સમય માં પણ એવા ઘણા સ્થળો છે જે છેતો ભારતમાં પરંતુ આ સ્થળો એ ભારતીઓ જઈ શક્તા નથી. તો ચાલો આવી જગ્યા વિશે વધુ માહિતી મેળવી.

1) કસોલ નું ઈઝરાયલી કેફે :- આ કેફે હિમાચલ પ્રદેશ માં કસોલ માં આવેલ છે. આ કેફે દ્વારા વર્ષ ૨૦૧૫ માં એવું જયારે કરવામાં આવ્યું કે તેઓ કોઈ પણ ભારતીયોને અહીં પાસપોર્ટ વગર પોતાની સેવા આવશે નહીં. અને જો કોઈ પણ ભારતીઓ ને આ કૈફે માં જવુ હોઈ તો તેના માટે ભારતીય નાગરિકો ને પોતાનો પાસપોર્ટ બતાવવો જરૂરી છે.

૨) ચેન્નઈ માં આવેલ હાઈલેડ લોજ : ચેન્નઈ માં એક લોજ આવેલ છે આ લોજ નું નામ હાઈલેડ છે. આ લોજ ફક્ત એવાજ લોકોને પોતાની સેવા આપે છે કે.જેમની પાસે વિદેશી પાસપોર્ટ હોય. જો આ લોજ માં કોઈ ભારતીય ને રોકાવું હોય તો તેની પાસે વિદેશ નો પાસપોર્ટ હોવું અનિવાર્ય છે.

૩) અંદમાન નિકોબાર માં સ્થિત ઉતર સેન્ટીનલ દ્વીપ :- આપણે સૌ જાણીએ છીએ કે અંદમાન નિકોબાર એક કેન્દ્રશાસિત પ્રદેશ છે કે જેની ઉતર માં એક દ્વિપ આવેલ છે જેનું નામ સેન્ટીનલ દ્વીપ છે. આ દ્વિપ પર સેન્ટીનિલીઝ નામક આદિ જાતી રહે છે. આ આદિ જાતિ ના કારણે આ દ્વીપ પોતાના મુખ્ય રૂપ થી અલગ થઇ ગયો છે. તેઓની ઈચ્છ નથી કે કોઈ પ્રવાસીઓ કે કોઈ પણ માછીમાર આ દ્વીપ પર આવે.

૪ ) હિમાચલ માં સ્થિત મલાના ગામ : પ્રાકૃતિક નજારાઓ થી ભરપૂર હિમાચલ પ્રદેશ માં એક ગામ આવેલ છે આ ગામ નું નામ મલાના છે. જો અહીં રહેતા લોકો અંગે વાત કરીએ તો અહીંના લોકો પોતાને અલેક્ઝેન્ડર ના ઘાયલ સૈનિકો ને પોતાના પૂર્વજ માને છે. કે જેઓ જખ્મી હાલત માં અહીં રોકાઈ ગયા હતા અહીના લોકો કોઈ પણ બહાર ના વ્યક્તિઓ ને પોતાના ક્ષેત્ર ની સીમા પાર કરવા દેતા નથી.

૫) ગોવા અને પોંડીચેરી પાસેના સમુદ્ર તટ : આપણે સૌ જાણીએ છીએ કે લોકો ને ગરમીની ઋતુ માં સમુદ્ર ના તટ પ્રદેશો એ જવું અને રોકાવ્વુ ઘણું ગમે છે. પરંતુ ભારતમાં જ એવા અમુક સમુદ્ર તટ છે કે જ્યાં ભારતી ઓ ને પ્રવેશ નથી. અહીં માત્ર વિદેશીઓ જ પ્રવેશ કરી શકે છે. આવા સમુદ્ર તટ ગોવા , પોંડીચેરી માં છે .

૬) લક્ષદ્વીપ માં આવેલા ઉગાતી , બાંગરમ : લક્ષદ્વીપ ના એવા અમુક દ્વીપસમૂહો છે કે જ્યા ભારતી ઓ ને પ્રવેશ મળતો નથી પરંતુ આ તમામ ક્ષેત્રોમા વિદેશી વ્યક્તિ આરામથી પ્રવેશ મેળવી શકે છે. આવા દ્વીપસમૂહો માં ઉગાતી , કદમત , બાંગરમ વગેરે નો સમાવેશ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *