GujaratIndia

ગ્રીષ્માં હત્યાને લઈને આગળ વધ્યો કેશ પરંતુ ફેનિલે કોર્ટમાં જે કર્યું તેના કારણે..! હાલમાં આ તપાસ થઇ રહી છે.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો રાજ્યમાં જે રીતે એક પછી એક હત્યાના બનાવો સામે આવ્યા છે તેના કારણે દરેક વ્યક્તિમાં ઘણો ડરનો માહોલ છે પહેલા કિશન ભરવાડની હત્યા અને તે બાદ સુરતમાં બનેલી ગ્રીષ્માં ની હત્યાથી ચારે તરફ ચકચાર થઇ ગયો છે અને લોક ગ્રીષ્માને ન્યાય મળે તેની માંગ પણ કરી રહ્યા છે જોકે હાલમાં આ ઘટનાને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ તપાશ તેઝ કરી દેવામાં આવી છે અને એક પછી એક નક્કર પુરાવાઓ પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે.

સૌ પ્રથમ જાણકારી માટે જણાવી દઈએ કે સુરતમાં એક તરફી પાગલ પ્રેમી ફેનિલ નામનો યુવક કે જે છેલ્લા એક વર્ષથી ગ્રીષ્માં નામની યુવતીને પરેશન કરતો હતો. તેવામાં 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગ્રીષ્માં ના ઘરે ગયો અને ત્યાં તોફાન કરવા લાગ્યો જો કે આ સમયે ગ્રીષ્માં ના કાકા અને તેના ભાઈ દ્વારા ફેનિલને સમજાવવા માટે ઘણી કોસીસ કરવામાં આવી પરંતુ ગુસ્સે થયેલા ફેનિલે પહેલા ગ્રીષ્માં ના કાકા અને ત્યર બાદ ગ્રીષ્માં ના ભાઈને ચાકુ વડે ગંભીર ઇજા પહોંચાડી. જે બાદ ગ્રીષ્માં વચ્ચે આવતા ફેનિલે તેને બાથમાં લઈને તેનું પરિવાર સામે જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી.

હાલમાં ન્યાયાલય સુધી આ કેશ પહોંચી ગયો છે. અને પોલીસ તંત્ર દ્વારા ફેનિલ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે પરંતુ આ બધાની વચ્ચે હજુ પણ ફેનિલ પોતાનો ગુનોહ કાબુલ કરતો નથી. જણાવી દઈએ કે આ કેશને સુરત ની અદાલત માં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને આજે અદાલતમાં ફેનિલ સામે ઇન્સાફ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને મેડિકલ અને ડોક્ટર સર અને ઉલટ તપાસ લેવામાં આવી રહી છે આ બાબત અંગે સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષના વકીલ ઝમીર શેખે માહિતી આપી છે.

જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ફેનિલ ગ્રીષ્માં ને હેરાન કરી રહ્યો હતો અને ગ્રીષ્માં ન માનતા તેને મારવાનો પ્રયાસ પણ કરી રહ્યો હતો તેવામાં ફેનિલે અનેક વેબસાઈટ પર પહેલા ગન અંગે તપાસ કરી પરંતુ તેને અહીં નિષ્ફળતા મળતા ચાકુ વડે ગ્રીષ્માં ની હત્યા કરવાનો નિર્ણય લીધો જે બાદ ફેનિલે અનેક કાર્યક્રમ જોયા કે જેથી હત્યાને કઈ રીતે અંજામ દેવો તેની માહિતી મળી રહે આમ હત્યા ને લઈને ઘણું મોટું કાવતરું ફેનિલ દ્વારા ઘડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *