ગુજરાત હવામાન વિભાગની મોટી આગાહી કરી દીધી!! આ તારીખે 40 કિમિની ઝડપે પવન અને વરસાદ…
હાલમાં વરસાદે ચારેબાજુ જોર પકડ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર સહીત ન આ ઘણા રાજ્યોમાં પાણી નો કહેર જોવા મલી આવ્યો છે. એવામાં ત્રીજા રાઉન્ડ માં મન મૂકીને મેહુલિયો વરસી રહ્યો એમ જણાઈ રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 65 % વરસાદ પડયાનો નોંધવામાં આવી રહ્યું છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ , જૂનાગઢ માં તો પૂર ની સ્થિતિ જોવા મળી આવી છે.
ત્યારે વરસાદ ને લઈને હવામાન વિભાગ એ એક આગાહી કરી છે જેમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી નોંધાવી છે. તો ત્યાં જ સૌરાષ્ટ્ર ના જૂનાગઢ, ભાવનગર , પોરબંદર, રાજકોટ, જામનગર માં ભારે વરસાદની આગાહી કરી છે જ્યા મેહુલિયો પોતાનું કહેર વરસાવશે. આ સાથે જ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે. આ સાથે જ દરિયાકાંઠા ના વિસ્તારમાં 40 કિમિ ની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા જોવા મલી છે.
અને આથી માછીમારોને આગામી 4 દિવસ સુધી દરિયો ખેડવા ના જવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ પણ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 24 જુલાઈ ના રોજ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય બનશે. જેના કારણે આગામી 27 થી 29 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. જેમાં મુશળધાર વરસાદ ના કારણ એ નર્મદા માં પૂર ની શક્યતા જણાઈ રહી છે.
આ સાથે જ સરદાર સરોવર ડેમ પણ ઓવરફ્લોવ થઇ શકે છે. આમ ગુજરાત ભરમાં વરસાદ મન મૂકીને વરસ્યો હોવાથી ખુશીતુ માં ખુશીનો માહોલ જોવા મલી આવ્યો છે. કેમકે ગયા વર્ષની સરખામણી માં આ વર્ષે સારા વરસાદ થવાના લીધે ખરીફ પાક નું વાવેતર હાલના વર્ષમાં સારું થયું છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 61.20 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થઇ ગયું છે . આમ વરસાદ સારો પડતા ખડૂતો પણ મોજમાં જોવા મલી આવ્યા છે.