આ ગુજરાતી કલાકારે પારલે બિસ્કિટ અને પાણી ખાઈને જીવન પસાર કરેલું! જાણો કોણ છે આ…
ગુજરાતની ધરામાં અનેક ગુજરાતી કલાકારો છે, ત્યારે દરેક કલાકારોના જીવનમાં તેમની સફળતા પાછળ સંઘર્ષ ભરેલી કહાની રહેલી છે. આજે આપણે એક એવા કલાકાર વિશે જાણીશું જેને પોતાના જીવનમાં ખૂબ જ ખરાબ સમય જોયેલ પરંતુ પોતાની આવડત અને મહેનત થકી જીવનમાં ખૂબ જ સફળતા મેળવેલ. ખરેખર આ સફળતાની કહાની તમારા હદયને સ્પર્શી જશે.
અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતી ગાયક કલાકાર વિવેક સાંચલ વિશે, જેમને પોતાના જીવનમાં આજે ખૂબ જ સફળ બનીને ગુજરાતનાં લોકપ્રીય ગાયક કલાકાર બની ગયા છે. ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે. ચાલો જાણીએ કે કોણ છે વિવેક સાંચલ અને કંઈ રીતે તેમને જીવનમાં સફળતા મેળવી. તમેં અત્યાર સુધી કીર્તિદાન ગઢવી થી લઈને ગીતા રબારી અને કિંજલ દવેની સફળતાની કહાની જાણી હશે પણ વિવેક સાંચલા જેવું જીવન ભાગ્ય જ કોઈ કલાકાર એ વેઠયું હશે.
વિવેક સાંચાલાને સંગીતનો વારસો જન્મથી જ મળ્યો છે, તેમના પડદાદા થી લઈને તેમના દાદા અને પિતા પણ સંગીત સાથે જોડાયેલા હતા. વિવેક એ પોતાના દાદા પાસેથી સંગીતની કલા શીખેલ અને આજે એક ઉમદા કલાકાર છે. તેમના અંગત જીવન પર એક નજર કરીએ તો વિવેક મૂળ જામગર શહેરનાં છે તેમજ તેઓ હાલ સુરતમાં રહે છે. તેમનો જન્મ જામનગર પાસે આવેલ હળીયાણા ગામમ થયેલ. વિવેક તેમના દાદા દાદી પાસે જ રહેતા હતા.
ત્યાર થી તેમને સંગીતની તાલીમ લીધેલ. વિવેક દરજી જ્ઞાતિમાંથી આવે છે અને તેમના પરિવારમાં સંગીતનો વારસો હોવાથી બાળપણ થી સંગીત સાથે જોડાયેલ.વિવેક પહેલીવાર ગામના હનુમાન મંદીરે ચાલીસ ગાઈને સંગીતની સફર શરૂ કરેલી અને ત્યારબાદ સંપૂર્ણ તાલીમ મળી અને ત્યારબાદ તેમને જીવનમાં ખૂબ જ સફળતા મેળવેલ. તેમને પોતાના જીવનમાં એવા દિવસો જોયેલા કે, ફક્ત પારલે બીસ્કીટ અને પાણી ખાઈને સુઈ જતા હતા. ત્યારે ખરેખર એ તો સાબિત થાય કે જીવનમાં જો અઢળક મહેનત કરવામાં આવે તો જરૂર થી સફળતા મળે છે.
વિવેક નાના નાનાં પ્રોગામમાં ગાવાની શરૂઆત કરી અને પછી લોકોને તેમનો સ્વર ખૂબ જ પસંદ આવ્યો. તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને અલ્પાબેન પટેલ સાથેની તેમની જુગલબંધી લોકોને ખૂબ જ પસંદ આવી અને તેમના બંને એ સાથે ગાયેલું સોંગ ખૂબ જ વાયરલ થયેલું.
આ સોંગ હતું, 3 ઇડિયટ્સ ફિલ્મનું સોંગ ” બહેતી હવા સો વોહ ખ્વાબ ” તેમના સ્વરે લોકોને બહુ જ ગમ્યું. આ સોંગના લીધે તેમને ખૂબ જ લોક ચાહના મેળવી અને ગુજરાત ભરમાં એક લોકપ્રિય ચાહક તરીકે નામના મેળવી. આજે વિવેક યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટા અને યુટ્યૂબમાં તેમનો ચાહકગણ ખૂબ જ વધારે છે.