Gujarat

સોશ્યલ મીડિયા જોડી! આ ગુજરાતી સિંગરના લગ્ન! અનોખી રીતે કર્યા વિદેશી યુવતિ સાથે લગ્ન! લવ સ્ટોરી પણ છે જાણવા જેવી..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ક્મુરતા પૂર્ણ થયા પછી જે રીતે ચારે તરફ લગ્નનો માહોલ જામ્યો છે જેમાં અનેક લોકો પોતાના જીવનસાથી સાથે પ્રભુતામાં પગલાં કર્યા છે આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણું મહત્વ ધરાવે છે દરેક વ્યક્તિ એવીજ ઇચ્છા હોઈ છે કે તેમને એક સારો અને સમજું જીવન સાથી મળે.

તેમાં પણ લગ્નની ખુશીઓ ત્યારે વધી જાય છે જ્યારે લગ્ન પોતાના પસંદગી ના વ્યક્તિ સાથે એટલે કે લવ મેરેજ કરવામાં આવે આપણે સૌ જાણીએ છિએ કે પ્રેમ એવી લાગણી છે કે જે વ્યક્તિના જીવનમાં ખુશીઓ ભરીદે છે તેવામાં જો વ્યક્તિ જેને પ્રેમ કરતો હોઈ તેજ જીવન સાથી મળે તો લગ્નની ખુશીઓ ઘણી જ વધી જાય છે.

આપણે અહીં એક એવા જ અનોખા લગ્ન અંગે વાત કરવાની છે કે જેમના પ્રેમને કોઈ ધર્મ, ભાષા, દેશ ની સરહદ, કે કોઈ પણ બંધન ના નડ્યા અને એક બીજા થી સાત સમુંદર દૂર આ યુગલો કાયમ માટે એક બીજા સાથે સાત જન્મો ના બંધન માં બંધાઈ ગયા તો ચાલો જાણીએ આ અનોખી લવ સ્ટોરી વિશે.

આ લવ સ્ટોરી અમદાવાદ ની છે કે જેમાં યુવક નું નામ અર્પણ મહિડા છે જયારે યુવતી નું નામ મિહલ્યા વહાદ છે. સૌ પ્રથમ જો વાત અર્પણ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ ગુજરાતી મ્યુઝિક પ્રોડ્યૂસર અને કમ્પોઝર છે સાથો સાથ તે એક સારો સિંગર પણ છે ઉપરાંત અર્પણ વિવિધ વાદ્ય યંત્ર પણ ઘણી સારી રીતે વગાડી શકે છે.

પોતાની આજ વીશીષ્ટ આવડત બતાવતો એક વિડીયો અર્પણે સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો કે જ્યાંથી તેમની લવ સ્ટોરી ની શરૂઆત થઈ. જણાવી દઈએ કે અર્પણ નો આ વિડીયો મિહલ્યાએ પણ જોયો હતો જેનાથી આકર્ષાઈ ને મિહલ્યાએ અર્પણ ને સોશ્યલ મીડિયા પર સંપર્ક કર્યો. પછી ધીમે ધીમે તેમની વચ્ચે વાતો થવા લાગી.

જણાવી દઈએ કે અર્પણ અને મિહલ્યા સોશ્યલ મીડિયા પર મિત્રો થયા. સમય ની સાથો સાથ તેમની મિત્રના પ્રેમમાં બદલાઈ ગઈ અને બંને એક બીજાને ડેટ કરવા લાગ્યા હવે આ લવ સ્ટોરી બે વર્ષના રિલેશન અને ડેટિગ પછી આ યુગલો લગ્ન કરીને પોતાના સંબંધને નવું નામ દેવા જઈ રહ્યા છે જણાવી દઈએ કે લગ્નને લઈને અર્પણ પોતાના પરિવાર સાથે મિહલ્યા ના દેશ રોમાન્ય ગયો કે જ્યાં બનેએ ક્રિશ્ચન સભ્યતાથી લગ્ન કર્યા જેના ફોટાઓ પણ હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે

પછી અર્પણ પોતાની વિદેશી લાડી સાથે અમદાવાદ આવ્યા કે જ્યાં અર્પણ ના પરિવારે તેમને ઘોડીએ ચડાવી ને વાજતે ગાતે લગ્ન કરાવ્યા લગ્નને લઈને અર્પણે જણાવ્યું કે તેઓ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા હતા. પહેલી મુલાકાત દુબઈમાં થઈ હતી અને રોમાનિયામાં લગ્નના તાંતણે બંધાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by ★ Arpan Mahida ★ (@arpanmahida)

અહીં જો વાત અર્પણ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે આખરી અલવિદા, છેલછબિલો, માંગેલા, ફૂલઝડી, રંગતાળી, હાસિલ વગેરે જેવા ગીત કમ્પોઝ કર્યા છે. અર્પણ કમ્પોઝર હોવાની સાથે ખૂબ સારો સિંગર છે અને વિવિધ વાદ્યો વગાડી જાણે છે. આમ સોશ્યલ મીડિયા પર થયેલી મિત્રતા લગ્નના ગાઢ સંબંધ સુધી પહોંચી.

 

View this post on Instagram

 

A post shared by ★ Arpan Mahida ★ (@arpanmahida)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *