ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી ! આ તારીખે ગુજરાતમાં બેઠશે ચોમાસુ….જાણો પુરી વાત
ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રી દ્વારા ગુજરાતના આવનારા હવામાનને લઈને ખુબ મોટી મોટી આગાહી કરવામાં આવી રહી છે એવામાં અંબાલાલ પટેલ દ્વારા વધુ એક વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં તેઓએ મહત્વના અનેક એવા તારણોને ધ્યાનમાં રાખીને ગુજરાતના હવામાનને લઈને મોટી મોટી આગાહી કરેલી છે.હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આવનારી 8 જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદ પડી જ જશે.
અંબાલાલ પટેલે જૂન તથા જુલાઈ અંગેની તો અનેક આગાહી કરી જ હતી પરંતુ સાથો સાથ ઓગસ્ટ માસને લઈને પણ મોટી આગાહી કરી. હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ વિશે એવું જણાવામાં આવ્યું છે કે આવનાર 17 ઓગસ્ટને રોજ વરસાદમાં ઘટાડો થઇ શકે છે જે બાદ 23 ઓગસ્ટના રોજ વધારો ઘટડાઓ થવાની શક્યતાઓ રહેલી હોય છે. આ બાદ પાછોતરો વરસાદ થવાની શક્યતાઓમાં પણ વધારો થઇ શકે છે, એટલું જ નહીં ઓક્ટોબર માસમાં દરિયાની અંદર ભારે પવન ફુકાય શકે છે.
ચોમાસામાં કેવો વરસાદ રહેશે તે અંગે જાણવા માટે અનેક બાબતોનો ખ્યાલ રાખવામાં આવે છે જેમાં હોળીની જાર, અખાત્રીનો પવન તથા અષાઢ મહિનામાં વીજળીના આધાર પર વરસાદ અંગેનું તારણ કાઢવામાં આવે છે. અષાઢ મહિનામાં થતી વીજળીને લઈને વરસાદનો માર્ગ કાઢવામાં આવે છે, ચોમાસાની ઋતુ બંગાળના ઉપસાગરમાં ચડીને આવતું હોય છે જે બાદ તે ડુંગરોના ખાંચો પડે છે. એવામાં જો ઈશાનની વીજળી થાય તો ત્રણ દિવસ અથવા સાડા ત્રણ દિવસ ચોમાસુ આવી શકે છે.
અષાઢમાં પડેલી વીજળીનું ખુબ વધારે મહત્વ ગણવામાં આવે છે જો અષાઢી પાંચની વીજળી થાય તો તેમાં મેઘો ધડૂકયો કહેવાય એવામાં સામી સાંજે વીજળી થાય તો ચોમાસુ સારું રહે તથા વીજળી મોડા સમયે થાય તો ચોમાસુ નબળું રહે તેવી તમામ પ્રકારની સંભાવનાઓ કરવામાં આવતી હોય છે.