ગુજરાત પર ‘બિપોરજોય’નું સંકટ !! હાલ ક્યાં છે આ વાવાઝોડું ?? કેટલા વિસ્તારને અસર કરશે? વાવાઝોડાની લોકેશન જાણી તમને આંચકો લાગશે….
ગુજરાતમાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ‘બિપોરજોય’ વાવાઝોડાને લઈને તંત્ર ઘણું સાવચેત થઇ ચૂક્યું છે અને તમામ દરિયાકાંઠાના વિસ્તારો તેમજ બંદર વિસ્તારોમાં જરૂરી ચેતવણી આપતા સિગ્નલો લગાવીને માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી રહી છે. વર્તમાન દિવસોમાં તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડાની અસરને પગલે પવનની ઝડપમાં પણ વધારો થવા પામ્યો છે.
હાલના વાતારવર્ણમા જોઈ શકાય છે કે પવનની ઝડપ ખુબ વધી ગઈ હોવાની સાથો સાથ જ દરિયામાં પણ ભારે કરંટની સ્થિતિ ઉદભવી હતી. એવામાં હાલ આ વાવાઝોડું ક્યાં ગતિ કરી રહ્યું છે અને ક્યાં પોહચ્યું છે તે અંગેની માહિતી આજે અમે આજના આ લેખના માધ્યમથી લઈને આવ્યા છે.હાલના સમયમાં દરેક બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાની અસર પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડ જેવા અનેક કાંઠાના વિસ્તારોમાં થશે આથી ત્યાં બચાવકાર્યોની ટીમને પણ તેનાત કરી આપવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત પર આ વાવાઝોડું નહીં ત્રાટકે જે હકીકત જ છે પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર તો જોવા મળશે જ તેવું હવાણ વિભાગ દ્વારા પણ જાણવામાં આવ્યું હતું.બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છનો વિસ્તાર પર અસરગ્રસ્ત થઇ શકે છે. વાવાઝોડું નજીક આવતા દરિયા ખુબ મોટો કરંટ પણ જોવા મળ્યો હતો. સુરતના સુવાલીના દરિયાકાંઠે 4થી5 ફૂટ મોટા મોટા મોજા ઉછળી રહ્યા હતા.
જ્યારે આ વાવાઝોડાને પગલે સુંવાલી અને ડુમસ બીચને પણ બંધ કરી દેવામાં આવ્યા હતો, જયારે દ્વારકાના શિવરાજ પૂર બીચ પર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો કારણ કે ત્યાં સૌથી વધારે પ્રવાસીઓ હાલ જતા હોય છે, એવામાં જાણતા ન જાણતા કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને પ્રશાસન દ્વારા આવું મોટું પગલું લેવામાં આવ્યું છે.
વાવાઝોડાની લાઈવ લોકેશન ચેક કરવા અહીં ક્લિક કરો :https://www.windy.com/?18.198,58.579,6,m:eebah1j