હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષો પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તારીખ અને પરિણામ ની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. હવે માત્ર થોડાક જ દિવસોમાં ગુજરાતનું ભાવી નક્કી થઈ જશે. એવામાં દરેક પક્ષના કાર્યકર્તાઓ પોત પોતાના પક્ષો મા ટિકિટની માંગણી કરી રહ્યા છે. એવા જ એક ભાજપના નેતાની આજે આપણે વાત કરીશું.
પટેલ સમાજના આગેવાન અને પટેલ સમાજ માટે લડત આપનાર હાર્દિક પટેલ કે જેવો એક આંદોલન કારી તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસ સાથેનો છેડો ફાટ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા. હાલ દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલની મુલાકાત કરવામાં આવી જેમાં દિવ્યભાસ્કરની ટીમ દ્વારા હાર્દિક પટેલના અંગત જીવનને અને રાજનીતિના જીવનને લઈને સવાલ પૂછવામાં આવ્યા હતા.
તેના જવાબમાં તેની પત્ની કિંજલ પટેલે જવાબ આપ્યા હતા. દિવ્યભાસ્કરની ટીમ દ્વારા હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ ને પૂછવામાં આવ્યું એ તમે હાર્દિક પટેલને ક્યાં વિસ્તારમાંથી ચૂંટાતો જોવા માંગો છો. ત્યારે હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે જવાબ આપ્યો કે તેઓ હાર્દિક પટેલને વિરમગામના ધારાસભ્ય તરીકે જોવા માંગે છે.
તેને કહ્યું કે તેઓ ધારાસભ્ય બનવા માટે લાયક અને સક્ષમ પણ છે. એટલું જ નહીં તેઓ જો વિરમગામ થી ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડશો અને જીતશે તો વિરમગામનો વધુ સારી રીતે વિકાસ થશે આવું તેની પત્નીએ કહ્યું હતું. સાથો સાથ તેને અંગત જીવન વિશે પણ કહ્યું હતું તેને કહ્યું કે હાર્દિક પટેલ આમ તો રાજકારણમાં ખૂબ જ વ્યસ્ત હોય છે પરંતુ તે જ્યારે કહે ત્યારે તેને સમય પણ આપે છે.
સાથોસાથ કિંજલ પટેલે કહ્યું હતું કે તેઓ હાર્દિક પટેલને જ્યારે પણ કહે છે કે બહાર ફરવા ચાલો ત્યારે હાર્દિક પટેલ તેના માટે સમય કાઢીને તેને ફરવા માટે પણ લઈ જાય છે અને હાર્દિક પટેલને જ્યારે પણ તેની પત્ની સાથે રાજકારણ બાબતે વાત કરવી હોય તો તે તેની પત્ની સાથે વિચાર વિમર્શ પણ કરે છે. આમ હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ હાર્દિક પટેલને વિરમગામ થી ધારાસભ્ય બનતા જોવા માંગે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!