શા માટે હરનાઝ સંધુ ના મિસ યુનિવર્સ બનવા પર રડવા લાગી ઉર્વશી રૌતેલા જુઓ વિડિયો…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક યુવતી અને સ્ત્રીઓ ની ઈચ્છા સુંદર બનવાની અને દેખાવાની હોઈ છે. જોકે આવી ઈચ્છા ફક્ત મહિલાઓ માં જ જોવા મળતી નથી. પુરુષો પણ ઈચ્છે છે કે પોતે સુંદર દેખાઈ. જો કે હાલના સમય માં મહિલાઓની આવી સુંદરતા અને તેમના અન્ય ગુણો ને લઈને અનેક એવા પ્રોગ્રામો જોવા મળે છે જે મહિલાની સુંદરતા અને તેમના વિચાર અને અન્ય પ્રભાવશાળી બાબતના આધારે તેમનું મૂલ્યાંકન કરે છે અને તેમને વિવિધ ખિતાબો આપે છે. આવા કાર્યક્રમોમાં મિસ ઇન્ડિયા અને મિસ યુનિવર્સ જેવા અનેક કાર્યક્રમો નો સમાવેશ થાય છે.
હાલ આવીજ એક પ્રતિયોગિતામાં દેશની દિકરી હરનાજ સીધું એ ભાગ લીધો અને તેને જીતીને દેશનું નામ ઉંચુ કર્યું છે. જણાવી દઈએ કે 21 વર્ષ બાદ હરનાઝ સંધુએ 70મો મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને તાજ પોતાના ઘરે દેશમાં લાવીયા છે. જો વાત આ કાર્યક્રમ અંગે કરીએ તો જણાવી દઈએ કે મિસ યુનિવર્સ ના 70 માં સીઝન કે જે ઇઝરાયલ માં ચાલી રહ્યો છે. તેમાં હરનાજ સંધુ એ પણ ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતામાં ભારત સહીત અન્ય 75 દેશોની સુંદર અને પ્રભાવશાળી મહિલાઓ એ ભાગ લીધો હતો. જે પૈકી ત્રણ દેશ પ્રતિયોગતિના ફાઇનલમાં પહોંચ્યા હતા. આ દેશોમાં ભારત ઉપરાંત પેરાગ્વે ન દક્ષિણ આફ્રિકાના સમાવેશ થાય છે.
જે પ્રતિયોગિતા માં ભારતની દિકરી હરનાજ સંધુ જીતી ગઈ છે. આ ઉપરાંત આજે એક અન્ય ગર્વની ઘટના પણ બની. આ ઘટના છે કે જ્યાં અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ શોમાં જજ તરીકે હાજર હતા. જણાવી દઈએ કે ઉર્વશી આ શોમાં જજ તરીકે ભાગ લેનારા પહેલા અને સૌથી નાની ઉંમર ના જજ બન્યા હતા. જે પોતે જ એક પરાક્રમ છે.
જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા જ્યુરીના સભ્યોમાંની એક હતા, જો કે છેવટે તેઓ છે તો એક ભારતીય છે, જેના કારણે જ્યારે મિસ યુનિવર્સ માટે હરનાઝ સંધુના નામની જાહેરાત કરવામા આવ્યું, ત્યારે ઉર્વશી રૌતેલા ઉભા થઈને ઉત્સાહથી તાળીઓ પાડી, સાથો સાથ તેમની આંખોમાં હરખના આંસુ પણ જોવા મળ્યા.
View this post on Instagram
હાલ ઉર્વશી રૌતેલા એ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક તરફ હરનાઝને તાજ પહેરાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ઉર્વશી પોતાના ખુશીના આંસુ રોકી શકતી નથી.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.