દેશના આ રાજ્યમાં વરસાદ ને લઇ કરી હવામાન વિભાગે આગાહી આ તારીખોથી શરૂ થશે વરસાદ જાણો…..

મિત્રો આપણે જાણીએ છીએ કે આજ વખતે ચોમાસા ની ઋતુ આખા દેશ માટે ઘણી જ સારી સાબિત થઈ છે આજ વખતે આ સિઝન માં સમગ્ર દેશમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેને કારણે આખા દેશ માંથી પાણીની સમસ્યા ઘણી જ હળવી બની ગઈ છે. પરંતુ દેશમાં આવા ભારે વરસાદ ના કારણે ઘણા એવા પણ વિસ્તારો છે કે જ્યા આવા વરસાદ ના કારણે પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી હતી.

જોકે હાલ દેશ ના ઘણા વિસ્તારો માંથી વરસાદે સતાવાર રીતે વિદાઈ લીધી છે પરંતુ એવા ઘણા ભાગો છે કે જ્યાં આજે પણ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. તેવામાં મળતી માહિતી મુજબ ઑક્ટોબર 30 ના દિવસે કેરળના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર ભારે વરસાદની આશંકા છે.

તેવામા હવામાન વિભાગે આવનારા ચાર દિવસમાં કેરળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગે કેરળના વિવિધ જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.જો વાત જીલ્લા ઓ અંગે કરીએ તો તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, પલક્કડ અને મલપ્પુરમ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત વધુમાં જણાવ્યું છે કે કેરળમાં 3 નવેમ્બર સુધી માં ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની આશંકા છે. તેમાં એમ પણ આ સમય ગાળા દરમિયાન વાવાઝોડા ની પણ સંભાવના છે. તે અંગે જણાવતા હવામાન વિભાગ દ્વારા 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી કેરળ અને લક્ષદ્વીપમાં એક કે બે જગ્યાએ વાવાઝોડાની આશંકા પણ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબરે કેરળમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ એટલેકે 24 કલાકમાં લગભગ 7-11 સેમી જેટલો વરસાદ થવાની આશંકા છે. જ્યારે અન્ય વિસ્તારો જેવાકે તામિલનાડુ, કેરળ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ગુરુવારે થી 1 નવેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2021 દરમિયાન તમિલનાડુ અને કેરળ અને માહેમાં અમુક વિસ્તારો માં ભારે વરસાદની આશંકા છે.

ભારતીય હવામાન વિભાગની અપડેટ કરેલી માહિતી માં તેમણે જણાવ્યું છે કે, તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિતા, અલપ્પુઝા, કોટ્ટયમ અને ઇડુક્કી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે બીજા પાંચ જિલ્લાઓ જેવાકે થ્રિસુર, પલક્કડ, કોઝિકોડ, મલપ્પુરમ અને વાયનાડમાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *