મરતા પહેલા પ્રેમિકા ને ફસાવવા આપ્યું ખોટું નિવેદન પરંતુ પેટ્રોલ ની બોટલે ઉકેલ્યો આખો ગુનો. પ્રેમિકા ને મળવા બોલાવી,
રોજબરોજ હત્યા અને આત્મહત્યા ના કિસ્સાઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કે પૈસાની લેતીદેતીમાં હત્યા અથવા કે આત્મહત્યા થઈ જતી હોય છે. એવી જ એક ઘટના મોરબીમાંથી સામે આવે છે. જેમાં એક પ્રેમીએ પોતાની જાતે આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ તેને આત્મહત્યા ને હત્યા ગણવા માટે તેની પ્રેમિકા ઉપર હત્યાનો આરોપ લગાવ્યો હતો.
વધુ વિગતે વાત કરીએ તો રાજકોટના મોરબી રોડ પર સ્વસ્તિક વિલામાં રહેતા અને કડિયા કામ કામ કરતા રાજેશ પરસોત્તમભાઈ રામાણી કે જેની ઉંમર 45 વર્ષ હતી. તેઓ ને 6 જાન્યુઆરીના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેને પોતાની જાતે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને અગ્નિસ સ્નાન કરી આપઘાત કર્યાનું સામે આવ્યું હતું.
પોલીસે જ્યારે આ વ્યક્તિનું નિવેદન નોંધ્યું ત્યારે તેમ જણાવ્યું હતું કે તેની પત્નીનું છ મહિના અગાઉ અવસાન થઈ ચૂક્યું હતું. પોતે એકલો રહેતો હતો અને કડિયા કામનું કામ કરતો હતો. તેને જણાવ્યું હતું કે કડિયા કામ કરતા સમયે તેની સાથે જ દાહોદની ગીતા નામની એક યુવતી કડિયા કામ કરતી હતી. બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો અને બંને વારંવાર મળતા હતા.
આ બાદ 6 જાન્યુઆરીએ રાજેશે ગીતા ને ફોન કરીને કહ્યું કે આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ તે સાથે લઈને આવે તે બંને સાથે રહેશે. બાદમાં કોઈ બાબતે તે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ગીતાએ તેની ઉપર પેટ્રોલની શીશી છાંટી ને તેને મારી નાખવાની કોશિશ કરી હતી. આ આખી ઘટના બાદ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતકના થેલામાંથી પેટ્રોલની સીસીઓ મળી આવી હતી.
આથી પોલીસને આ ઘટનામાં કંઈક અજુગતું લાગ્યું હતું. આથી વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ હત્યા નહીં પરંતુ આત્મહત્યાનું પગલું ભરવામાં આવ્યું હતું. જેને હત્યા ગણાવીને પોતાની પ્રેમિકાને ફસાવવાનો એક ઇરાદો હતો. આમ આખી ઘટના સામે આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!