છેલ્લો વિડીયો બનાવી કહ્યું કે, પત્ની નિર્દોષ પરંતુ તેના પરિવારે ધમકી આપી કે તેની છોકરી ને છોડી દે નહીંતર ભડાકે, જાણો.
રોજબરોજ હત્યા, આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કે હત્યા, પૈસાની લેતી દેતી માં આત્મહત્યા કે હત્યા ના કિસ્સાઓ સામે આવવા હવે સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ હાલ એક આત્મહત્યાનો કિસ્સો જહાજપુરમાંથી સામે આવ્યો છે. જેમાં પ્રેમ લગ્ન કર્યા બાદ સાસરિયાવાળાઓથી પરેશાન થઈ યુવકે આત્મહત્યા કરી લીધી હતી અને તેની પત્નીને નિર્દોષ ગણાવી હતી.
આ બાબતે યુવકે આત્મહત્યા કરતા પહેલા બે વિડિયો પણ બનાવ્યા હતા. જેમાં તેને આત્મહત્યાનું કારણ જણાવ્યું હતું. વિગતે વાત કરીએ તો મૃતક મુકેશ ટાંક કે જેને તેની પત્ની રૂપમ સાથે 20 જાન્યુઆરી 2022 ના રોજ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. બંને એ રાજી ખુશીથી પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેનું લગ્ન જીવન સારું ચાલતું હતું. પરંતુ બે મહિના પહેલા મુકેશ કોઈ કામ માટે જહાજપુર આવ્યો હતો. જે બાદ તેની પત્ની રૂપમ તેને જાણ કર્યા વગર તેના પિયર ચાલી ગઈ હતી.
જે બાદ મૂકેશે ફોન કર્યા તો પણ તેની પત્ની પાછી આવતી ન હતી. મુકેશ આત્મહત્યા કરતા પહેલા વિડીયો બનાવ્યો હતો. જેમાં તેને કહ્યું હતું કે તે આત્મહત્યા કરી રહ્યો છે જેનું કારણ તેની પત્ની રૂપમનો પરિવાર છે. મુકેશ એ જણાવ્યું કે તેની પત્નીના પરિવાર દ્વારા તેને વારેવારે ધમકીઓ આપવામાં આવે છે. તેને મારી નાખવાની ધમકીઓ આપે છે. તેને ખૂબ હેરાન કરવામાં આવે છે. તેવો કહે છે કે તે તેની છોકરીનો હાથ છોડી દે. તેના ફોટા હતા હટાવી દે. તેને જેટલા પૈસા જોવે તે આપવા તૈયાર છે. નહીં કર ગોળી મારી દેશે અને તેને બદનામ કરી દેશે. તેના પરિવારને પતાવી દેશે.
આવી ધમકી ઓ તેની પત્ની રૂપમના પરિવાર દ્વારા આપવામાં આવતી હતી. આથી મૂકેશે કંટાળીને આખરે આત્મહત્યા કરી હતી. આ બાબતે મૃતક મુકેશના નાના ભાઈ રાધેશ્યામ ટાંકે રૂપમના પિતા રામજસ, માતા કૌશલ્યા અને પાર્થ, ઘનશ્યામ ગોર, વિશાલ, મહેશ અંકિત વગેરે ઉપર ફરિયાદ નોંધાવી હતી. મુકેશ એ આત્મહત્યા કરતા પહેલા તેની પત્નીને નિર્દોષ ગણાવી હતી અને તેને કહ્યું હતું કે તેને પત્નીને કોઈ વાતનો ખ્યાલ ન હતો કે તેના પરિવાર દ્વારા મુકેશને હેરાન કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!