હૃદય કંપાવે તેવો વિડીયો ! માતા એ જ તેના બાળક ને ચોથા માળે નીચે ફેંક્યો..નીચે પડતા જ બાળક…જુઓ વિડીયો.
આપણા સમાજ માંથી ક્યારેક એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને જોઈ ને ચોકી જવાય છે. ક્યારેય સાંભળ્યું છે કે, એક માતા જ તેના બાળક ની હત્યારી બની હોય? બાળક માટે માતા-પિતા ભગવાન સમાન હોય છે. એમાં પણ માતા નું સ્થાન તો પિતા કરતા પણ ઊંચું હોય છે. પરંતુ બેંગ્લોર થી એક હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક માતા એ તેના બાળક ને બિલ્ડીંગ ના ચોથા માળે થી નીચે ફેંક્યો હતો.
વિડીયો માં જોઇ શકાય છે કે, એક માતા તેના બાળક ને બિલ્ડીંગ ના ચોથા માળે બાલકની ની રેલિંગ હોય ત્યાં લઈને ઉભી છે. ત્યારબાદ બાળક ના બંને હાથ પકડીને તેને ચોથા માળે થી નીચે ઘા કરી દે છે. ત્યારબાદ તે પણ કૂદકો મારવાની કોશિશ કરે છે પણ લોકો એ તેને તેમ કરતા ખેંચી લીધી હતી. બાળક ચોથા માળે થી પટકાતા બાળક નું મૃત્યુ નીપજ્યું હતું..જુઓ વિડીયો.
વધુ વિગતે જાણવા મળ્યું હતું કે, આ ચાર વર્ષ નું બાળક માનસિક રીતે અસ્વસ્થ હતો. અને તે બોલવામાં પણ અશક્ત હતું. માતા અશક્ત બાળક થી કંટાળીને આ મહિલાએ પોતાના બાળકને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દીધું હતું. આ બાબતે પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના ઉત્તર બેંગ્લોરના એસ આર નગર માં આવેલા એક એપાર્ટમેન્ટમાં ગુરૂવારના રોજ બની હતી.
આમ એક માતાએ જ તેના બાળકનું મૃત્યુ નિપજાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ખરેખર આ વિડીયો હૃદય કંપાવી ઉઠે એવો વિડિયો છે. લોકો વિડિયો જોઈને ચોકી ઉઠ્યા છે. અને માતા પ્રત્યે ગુસ્સો ઠાલવતા જોવા મળે છે. બેગ્લોરમાં સેન્ટ્રલ ડિવિઝન એસઆઈ નગરના સીકેસી ગાર્ડનના અદ્વેત આશ્રય એપાર્ટમેન્ટમાં સુષ્મા ભારદ્વાજ અને તેનો પતિ રેહતા હતા. સુષ્મા એક પ્રેક્ટીસિંગ ડેન્ટીસ્ટ હતી જયારે તેનો પતિ એક સોફ્ટવેર એન્જીનીયરનો હોદો ધરાવતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!