હ્દય કંપાવતી ઘટના ! 21-વર્ષીય યુવતી ની લાશ રજાઈ માં લોહીલુહાણ હાલત માં હોટેલ માંથી મળી આવી નરાધમ યુવકે તેને,
રોજબરોજ આપણા સમાજમાંથી હત્યા અને આત્મહત્યાના અનેક કેસો સામે આવતા હોય છે. થોડા દિવસો પહેલા આપણા ગુજરાતમાંથી ગ્રીસમાં વેકરીયા નામની એક યુવતીની હત્યા કરી દેવામાં આવી હતી. એવી જ એક ઘટના જબલપુર પાસેના ન્યુ ભેડાઘાટ રોડ પર આવેલા એક રિસોર્ટ માંથી સામે આવી છે. વધુ વિગતે વાત કરીએ તો શિલ્પી ઝારીયા નામની યુવતી જબલપુર પાસેના ગામની રહેવાસી હતી. શહેર થી 20 કિલોમીટર દૂર ન્યુ ભેડાઘાટ રોડ પર આવેલા એક રિસોર્ટમાં તે અભિજીત પાટીદાર નામના યુવાન સાથે આવી હતી.
6 નવેમ્બરના રોજ યુવતી અને યુવક આ રિસોર્ટમાં આવ્યા હતા. બંનેએ પોતાના આઈડીમાં ગુજરાતના રહેવાસી જણાવ્યું હતું. જેમાં યુવતીએ પોતાની વિગતો છુપાવતા પોતાનું નામ રાખી મિશ્રા જણાવ્યું હતું જ્યારે છોકરાએ પોતાની ઓળખ અભિજીત પાટીદાર તરીકે આપી હતી. પરંતુ થયું એવું કે રવિવાર સાંજના રોજ બંને એકસાથે હોટલમાંથી ફરવા ગયા હતા. છોકરો રાત્રે એકલો રિસોર્ટમાં પાછો ફર્યો હતો. સોમવારે છોકરો એકલો હોટલમાં જમ્યો અને સાંજે રિસોર્ટમાં તે નીકળી ગયો હતો.
પરંતુ મંગળવાર બપોર સુધી રૂમનો દરવાજો ખોલ્યો ન હતો અને કઈ ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો. આથી મેનેજમેન્ટ વિભાગને શંકા જતા તે લોકોએ રૂમનો દરવાજો ખોલીને અંદર જોયું તો બેડ ઉપર લોહીથી લથપથ રજાય મા યુવતી ની લાશ લપેટાયેલી હતી ત્યારબાદ આ બાબતે હોટલ મેનેજમેન્ટ એ પોલીસને ફરિયાદ કરી હતી. આ ઘટના રિસોર્ટ ના રૂમ નંબર પાંચમાં બની હતી અને જ્યારે યુવતી ની લાશ મળી ત્યારે યુવતી ની લાશ કપડાં વગરની મળી આવી હતી.
તેના ગળા અને કાંડા ચીરી ગયેલા હાલતમાં મળી આવ્યા હતા. યુવતી ની ઉંમર 21 વર્ષની જાણવા મળ્યું છે. ઘટના સામે આવતા પોલીસે આ બાબતે વિગતે તપાસ હાથ ધરી છે. આમ આવી હત્યા અને આત્મહત્યની ઘટના રોજબરોજ આપણા સમાજમાં બનતી હોય છે. હજુ શા માટે હત્યા કરવામાં આવેલી છે તે બાબતે કોઈ ઠોસ જાણકારી મળી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!