જો તમે પણ ચા રોજ પિવો છો તો આ ખાસ વાંચો નકર પડશો મોટી મુશ્કેલી મા…
અત્યારે વધુ પડતા લોકો એ દિવસની શરુઆત એ ચા કે કોફીથી કરતા હોય છે.તો આપણે તેના ફાયદા અને ગેરફાયદા જાણવા જરૂરી છે.ઘણા લોકને ચા કે કોફી ની લત લાગી હોય છે ને તે દિવસમાં ઘણી વાર ચા નું કે કોફી નું સેવન કરે છે.શિયાળાની ઋતુમાં તો લોકો એ ગરમી માટે ઘણીવાર ચા પીવે છે.પણ તમને ખબર હોવી જોવે કે વધુ ચા એ સેહત મતે ખુબ હાનીકારક છે.વધુ ચાનું સેવન કરવાથી તમારા શરીર ને ઘણું નુકસાન થાય છે.તો ચાલો તમને જણાવીએ કે વધુ ચાનું સેવન કરવાથી કેવું નુકશાન થાય..
વધારે ચાનું સેવન કરવાથી શરીર ને નુકશાન તો થાય જ છે,સાથે સાથે થોડા ઓછા પ્રમાણમાં ચા નું સેવન કરવાથી શરીર તરોતાજા રહે છે.તેવીજ રીતે તેનું વિરુધ્ધ ચાનું વધુ પડતું સેવન સેહત માટે નુકશાનકારક છે.તમને જણાવી દઈએ કે એક ચાના કપમાં ૨૦ થી ૬૦ મીલીગ્રામ કેફીન હોય છે.એવામાં જો તમે એક દિવસમાં ૩ કપથી વધુ ચાનું સેવન કરો તો તમારા શરીર ને નુકશાન કરી શકે છે.તો ચાલો જાણીએ કે વધુ ચાનું સેવન કરવાથી શરીર ને કેવી કેવી અસર થાય છે…
અમુક લોકોને સવારે ઉઠ્યા પછી તરત જ ચા પીવની આદત હોય છે,પણ આવું કરવાથી છાતીમાં બળવું,પેટ માં ગેસ થવો અને અપચા જેવી સમસ્યા ઈ શકે છે.જો એવા માં તમારે સવારે ચા પીવાની આદત છે તો ચા પીધા પેલા કઇક ખાય લેવું.
ચામાં કેફીનની માત્રા વધારે હોય છે,એવામાં ચાનું વધુ સેવન કરવાથી ચક્કર અને નબળાય આવી શકે છે. આ સમસ્યા ત્યારે થાય છે જયારે તમે ૪૦૦-૫૦૦ મિલીગ્રામ થી વધારે કેફીનનું સેવન કરતા હોય.આની સિવાય જો તમે તણાવમાં રેહતા હોય તો તમારે ચાનું સેવન ઓછું કરવું પડે,નકર તમને ચક્કર આવી શકે છ.
જો તમે દિવસમાં ૨ કે ૩ કપથી વધારે ચાનું સેવન કર્યું તો તમે ઇન્સોમીયા ના શિકાર બની શકો છો,જેના થી તમારી રાત્રે સુવામાં તકલીફ થય શકે છે.અમુક લોકો એ રાત્રે જમીને તરત જ ચા પીય લેતા હોય છે જે ખોટી વાત કેહવાય છે,આવું કરવાથી આપણા શરીર ને જ નુકશાન થાય છે.જે લોકો આવું કરે છે તેવોનું માનસિક સંતુલન સ્થિર રેહેતુ નથી.
વધુ પડતું ચાનું સેવન કરવથી આપણી કીડનીને ખુબ નુકશાન પોહાચે છે,જેનાથી તમે મોટી મુશ્કેલીમાં ફસાય શકો છો.ખાસ કરી ને એ લોકો ને ઓછું ચાનું સેવન કરવું જોવે જે ડાયાબીટીસના શિકાર હોય તેની શર્કરાનું પ્રમાણ જાળવવું પડે છે.એટલું જ નહી ડાયાબીટીસના દરદિને વધુ ગરમ ચાનું પણ સેવન ન કરવું જોઈએ,ગરમ ચાની અસર અ સીધી કીડની પર પડે છે.
ઘણા લોકોને ચાની એવી લત હોય છે કે તેવો ને દિવસમાં ચા નો મળેતો તેવો ખુબ નબળાય અને થકાન અનુભવે છે.જો તેણે ચા ન મળે તો તે વ્યક્તિ ચીડચીડા સ્વભાવ નો થય જાય છે.આથી આપણે જેમ બને તેમ ઓછી ચાનું સેવન કરવું જોઈએ. ગર્ભાવસ્થામાં પણ માતા દ્વારા ચાનું વધારે સેવન ન કરવું જોઈએ,તેનાથી ઘણું બધું નુકશાન થાય છે.જ્યારે ગર્ભવતી મહિલા એ વધુ પડતું ચાનું સેવન કરે તો તેના બાળકને જન્મ સમયે વજન ઓછો રેહવાનો ભય રહે છે.