હૃતિક રોશન અને સબા આઝાદ વચ્ચે શું ચાલી રહ્યું છે ? ઘણા સમયથી બંને એક બીજા સાથે માણી રહ્યા છે અંગત…જુઓ વિડિઓ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હિન્દી ફિલ્મ જગત ની ફિલ્મો અને તેના કલાકારો લોકોમાં ઘણા લોકપ્રિય છે. હિન્દી કલાકારો ની લોકપ્રિયતા સમગ્ર દુનિયામાં જોવા મળે છે. તેવામાં લોકો દ્વારા આ કલાકારોના અંગત જીવન અને તેમના પરિવાર તથા તેમના વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છા રાખે છે. જેના કારણે જો આવા કલાકારો કોઈ પણ પ્રવૃત્તિ કરે તે બાબત લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. આપણે અહીં એક આવા જ લોકપ્રિય કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે.
મિત્રો આપણે અહીં હૃતિક રોશન વિશે વાત કરવાની છે. આપણે સૌ હૃતિક રોશન થી પરિચિત છીએ તેમણે બૉલીવુડ ને અનેક સુપર હિટ ફિલ્મો આપી છે. અને વર્ષો થી તેઓ પોતાની એક્ટિંગ અને ડાન્સિંગ સ્કિલથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. કહેવાય છે કે અમુક લોકો હૃતિક રોશન ને ભગવાન પણ માને છે. તેઓ એક ફિટ એક્ટર સાથો સાથ એક ડાન્સર પણ છે. તેમની એક્ટિંગ અને ડાન્સિંગ ના ચાહકો આખા વિશ્વમાં છે.
આમ તો હૃતિક રોશન પોતાના લુક, ફિલ્મ અને સ્ટાઇલ ને લઈને અવાર નવાર ચર્ચામાં રહે જ છે. પરંતુ હાલમાં હૃતિક રોશન અલગ જ કારણથી ચર્ચામાં છે. મિત્રો હાલમાં જ હૃતિક રોશન અને સબા આઝાદ ને લઈને સોશ્યલ મીડિયા ગરમાયેલ છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ હૃતિક રોશન અને સબા આઝાદ ને એક હોટલની બહાર જોવામાં આવ્યા હતા. આ સમયે જેવી રીતે હૃતિક રોશને સબા નો હાથ પકડ્યો હતો તે ચર્ચાનો વિષય બની ગયો છે.
જણાવી દઈએ કે હૃતિક રોશન અને સબા ની ઉમર માં આશેર 16 વર્ષનો અંતર છે. જો વાત હૃતિક રોશન અને સબા ની મુલાકાત અંગે કરીએ તો તેમની સૌપ્રથમ મુલાકાત તેમના એક મિત્ર ના ઘરે થઇ હતી જે બાદ તેઓ સતત એક બીજા સાથે સંપર્ક માં છે. જો વાત તેમની હોટલ ની મુલાકાત અંગે કરીએ તો અહીં બંને પ્રોફેશનલ કામથી મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે થોડા સમય પહેલા એવી પણ જાણકારી મળી હતી કે હૃતિક રોશન અને સબા ગોવા વેકેશન માટે પણ ગયા હતા અને અહીં અંગત ક્ષણો વિતાવ્યા હતા. આ તમામ બાબત ને લઈને હાલમાં હૃતિક રોશન અને સબા ના અફેર અંગે વાતો ચાલી રહી છે.
View this post on Instagram
જો વાત હૃતિક રોશન ના આવનારા પ્રોજેક્ટ અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં તેઓ ” વિક્રમ વેધા ” ફિલ્મ માં જોવા મળશે. આ ફિલ્મમાં હૃતિક રોશન વેંધાના રોલમાં જોવા મળશે આ ફિલ્મમાં હૃતિક રોશન ઉપરાંત સૈફઅલી ખાન અને રાધિકા આપ્ટે પણ જોવા મળશે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.