ચાલુ પરેડે હોમગાર્ડ જવાનનુ મૃત્યુ તપાસમાં મૃત્યુનૂ કારણ સામે આવ્યું કે તેઓ ઘણા સમયથી…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા સમાજ માટે પોલીસ તંત્ર ઘણું જરૂરી છે પોલીસ દ્વારા સમાજ માં શાંતિ અને સુરક્ષા માટે કાર્યકરે છે જેના મદદમા અમુક સંસ્થાઓ પણ હોઈ છે કે જેઓ પોલીસ તંત્રના કાર્યમાં મદદરૂપ થાય છે. આવું જ કાર્ય હોમગાર્ડ દ્વારા પણ કરવામાં આવે છે. પરંતુ હાલમાં હોમગાર્ડ વિભાગ માંથી ઘણા માઠા સમાચાર મળી રહ્યા છે.

જણાવી દઈએ કે હાલમાં જ એક હોમગાર્ડ જવાનનુ ચાલુ પરેડે મૃત્યુ ના સમાચાર મળી રહ્યા છે. આપણે આ દુઃખદ બનાવ અંગે વિગતો મેળવીએ તો તે આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ બનાવ દાદરા નગર હવેલીનો છે. અહીં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમા ચાલુ પરેડે હોમગાર્ડ જવાનનુ સવારના સમયે હાર્ટએટેક ના કારણે મૃત્યુ થયુ છે.

જણાવી દઈએ કે દાદરા નગર હવેલીના SP એ જણાવ્યા અનુસાર પોલીસ વિભાગના જવાનો ને ફીટ રાખવા માટે વિભાગ દ્વારા રોજ સવારે પોલીસ ટ્રેનિંગ સેન્ટર સાયલી ખાતે સવારે પોલીસ અને હોમગાર્ડની ટીમનુ પરેડ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં આ હોમગાર્ડ જવાને પણ ભાગ લીધો હતો.

જો વાત મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાન અંગે કરીએ તો તેમનું નામ મોહન બારાત છે કે જેઓ ગલોન્ડા રહેવાસી હતા. પરેડ સમયે અચાનક મોહન ભાઈ ની તબીયત બગડતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા કે જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. જો વાત મૃત્યુ ના કારણ અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર તણાવના કારણે આ જવાનનુ હાર્ટએટેક આવતા મોત થયુ હોવાનુ પ્રાથમિક જાણકારી મળી છે

Spread the love

Leave a Reply

Your email address will not be published.