વરસાદ ના કારણે પાણી થી ભરાયેલ ખાડા માં પતિ-પત્ની ગાડી સાથે જ અંદર. લાખ કોશિશ કર્યા બાદ…જુઓ વિડીયો.

ભારત માં કાળઝાળ ગરમી થી હવે ધીમે ધીમે છુટકારો મળી રહ્યો છે. કેટલાય રાજ્યો માં વરસાદ ની એન્ટ્રી થઇ ચુકી છે. પરંતુ કેટલાય શહેરો એવા છે કે જ્યાં થોડો વરસાદ પડતા ની સાથે જ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાવા લાગે છે. અને કેટલીય જગ્યાઓ પર ગટરો ના ઢાંકણા પણ ખુલ્લા જોવા મળે છે. જેના લીધે કોઈ ને કોઈ રાહદારીઓ ગટર માં પડી જતા હોય છે.

એવો જ એક વરસાદ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ગાડી માં સવાર એક પતિ-પત્ની એક ખાડા માં પડી જાય છે. આ વિડીયો ભારત ના રાજ્ય ઉત્તરપ્રદેશ ના અલીગઢ નો છે. જેમાં જોઈ શકાય છે કે, વરસાદ ખુબ જ આવી રહ્યો છે. એમાં એક પતિ પત્ની ગાડી માં બેસી ને આવી રહ્યા હોય છે. પતિ પોતાની ગાડી ને પાર્કિંગ કરવા જય રહ્યો હોય છે.

જેવો પાર્કિંગ પાસે આવે છે કે, ત્યાં પાણી ભરેલું હોય છે. પરંતુ જ્યાં પાણી ભરેલું હતું. ત્યાં અંદર ખાડો હતો. પાણી ભરાવા ને લીધે ગાડી ચાલક ને ખાડો દેખાયો નહીં અને પતિ-પત્ની બન્ને ધડામ કરતા ખાડા માં પડ્યા. ખાડો ઊંડો હતો. જેવા ખાડા માં પડ્યા કે ગાડી તો અંદર જ વહી ગઈ. પરંતુ પતિ પત્ની જેમ તેમ કરી ને પોતાને સંભાળી લીધા. અને ત્યાં ઉભેલા લોકો ની મદદ થી બહાર આવી ગયા. જુઓ વિડીયો.

આ વિડીયો જોતાની સાથે જ લોકો તંત્ર પર કોમેન્ટો કરવા લાગ્યા. અને તંત્ર ને આવા અનેક ખાડાઓ જે ચોમાસામાં પડી જાય છે. તેની કામગીરી કરવા જણાવે છે. આ વિડીયો અત્યાર સુધીમા ચાર લાખ થી પણ વધુ લોકો એ જોઈ લીધો છે. તંત્ર ની પ્રિ મોન્સૂન ની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કારણ કે, આવું દરેક ચોમાસા માં બનતું હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.