શું તમે 22 વર્ષમાં બનેલઆ મહિલા IAS સ્વાતિ મીણા વિશે જાણો છો? જેના નામથીજ અપરાધી ડરી જાય છે કામ એવું કે…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય આધુનિક સમય છે અને આ આધુનિક સમય મહિલાઓ નો છે તેમ કહીએ તો કઈ ખોટું નથી કારણકે હાલના સમયમાં જેવી રીતે મહિલાઓ એક પછી એક ક્ષેત્રોમા પુરુષો ને પાછળ છોડી ને પોતાનું નામ બનાવી રહી છે તેના કારણે એવું જ લાગે છે કે હવેનો સમય મહિલાઓ નો છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ભારત નો લગભગ દરેક યુવાન સરકારી નોકરી ની તૈયારી માં વ્યસ્ત છે તેવામાં લોકો સરકારી નોકરી મેળવવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે જે પૈકી એક સરકારી નોકરી IAS ની છે આપણે સૌ જાણીએ છિએ કે આ પરીક્ષા ઘણી જ અઘરી છે અને તેને પાસ કરવી કોઈ બાળકો નો ખેલ નથી.

પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે દર વર્ષે UPSC પરીક્ષા આપનારા અનેક ઉમેદવાર પૈકી ઘણી મહિલા ઉમેદવાર પણ હોઈ છે કે જેઓ સફળતા પૂર્વક આ પરિક્ષાઓ પાસ કરે છે અને આ મહિલા ઉમેદવારો જેઓ ઓફિસર બને છે તેઓ પોતાની મહેનતથી પોતાને વધુ સારી સાબિત કરે છે.

આપણે અહીં આવીજ એક જાબાઝ અને નિંદર ઉપરાંત દબંગ મહિલા IAS વિશે વાત કરવાની છે કે જેમનું નામ સ્વાતિ મીણા છે. તો ચાલો આપણે તેમના વિશે જાણીએ. સૌ પ્રથમ જો વાત સ્વાતિ મીણા ના અંગત જીવન વિશે વાત કરીએ તો જણાવી દઈએ કે તેઓ રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમાધોપુર તાલુકામાં બુર્જા કી ધાની ગામની રહેવાસી છે. સ્વાતિ મીનાનો જન્મ 1984માં થયો હતો.

જો વાત સ્વાતિ મીણા ના માતા પિતા અંગે કરીએ તો તેમના પિતા આરએએસ ઓફિસર છે જ્યારે તેમની માતા ડો. સરોજ મીના પેટ્રોલ પંપ ચલાવે છે. જણાવી દઈએ કે સ્વાતિ મીણા નો સંપૂર્ણ અભ્યાસ અજમેરમાં થયો હતો. જો કે IAS બનવું એ સ્વાતિ મીણા નું પહેલું સપનું ન્ હતું જણાવી દઈએ કે સ્વાતિની માતા ઈચ્છતી હતી કે તેમની પુત્રી ડૉક્ટર બને.

પરંતુ એક દિવસ કે જ્યારે સ્વાતિ મીણા આઠમા ધોરણમાં હતા ત્યારે તેની માતાની બહેન ઓફિસર બની અને સ્વાતિના પિતાને મળવા આવી હતી ત્યારે સ્વાતિ મીણા એ પિતાને UPSC વિશે પૂછ્યું અને ઓફિસર બનવાનું નક્કી કર્યું. જે પછી સ્વાતિ મીણા ના પિતાને લાગ્યું કે સ્વાતિએ યુપીએસસીની તૈયારી કરવાનું મન બનાવી લીધું છે, તેથી તેણે પણ ઘણો સાથ આપ્યો.

જાણાવિ દઈએ કે સ્વાતિ મીણા ના પિતાએ તેમને IAS માટે ભણવામાં મદદ કરી. અને સ્વાતિને ઇન્ટરવ્યુ માટે તથા લેખિત પરીક્ષા માટે તૈયાર કર્યા હતા જે બાદ સ્વાતિ મીણા પણ મહેનત કરી અને આખરે સ્વાતિ મીણા નું સપનું સાકાર થયું અને વર્ષ 2007 માં, માત્ર 22 વર્ષની ઉંમરે, સ્વાતિએ UPSC પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 260 રેન્ક મેળવ્યો. જણાવી દઈએ કે સ્વાતિ એ બેચની સૌથી નાની વયની IAS હતી.

જણાવી દઈએ કે પરીક્ષા પાસ કર્યા બાદ તેમને મધ્યપ્રદેશ કેડર મળી. જો વાત તેમના કરિયર અંગે કરીએ તો નોકરી દરમિયાન સ્વાતિની છબી એક દબંગ અધિકારી તરીકેની રહી છે. સ્વાતિ મીણા એ જણાવ્યું હતું કે જ્યારે તેમને મધ્યપ્રદેશના મંડલામાં પોસ્ટીંગ મળી ત્યારે વિસ્તારમાં ખાણ માફિયાઓ પર ઘણી પકડ હતી. જ્યારે સ્વાતિ ત્યાં પહોંચી તો તેણે આ માઈનિંગ માફિયાઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું. અને જ્યારે તેઓ કલેક્ટર તરીકે મંડલા પહોંચી ત્યારે ખાણ માફિયાઓ વિશે ઘણા વિભાગોમાંથી ફરિયાદો મળી હતી. જેના આધારે તેમણે કાર્યવાહી કરી હતી. ખંડવામાં તેમનો કાર્યકાળ પણ ઘણો પડકારજનક હતો.

જો કે હાલમાં ડ્યૂટી સાથે સ્વાતિ મીણા પોતાનું સાંસારિક જીવન પણ સારી રીતે જીવી રહ્યા છે. જો વાત તેમના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્ન 25 મે 2014ના રોજ તેજસ્વી નાયક સાથે થયા હતા જણાવી દઈએ કે તેજસ્વી પણ IAS ઓફિસર છે. મધ્યપ્રદેશ કેડરના IAS અધિકારી તેજસ્વી નાયક મૂળ કર્ણાટકના છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.