India

પ્રમિકા નું અસાધ્ય બીમારી ના લીધે મોત થયું તો પ્રેમી એ લાશ સાથે લગ્ન ની વિધિ કરી પ્રેમિકા ને આપી ભાવુક વિદાય, જુઓ વિડીયો.

Spread the love

થોડા સમયથી આપણા ભારતમાં એક બહુચર્ચિત કેસ જોવા મળે છે શ્રદ્ધા હત્યા કે જેમાં લિવઇન માં રહેતા પ્રેમી એ તેની પ્રેમિકા ને મારીને તેની લાશના 35 ટુકડા કરી નાખ્યા હતા. તો બીજી તરફ આસામમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે. જેમાં એક પ્રેમિકાનું મૃત્યુ થઈ જતા તેના પ્રેમીએ તેને એવી રીતે વિદાય આપી કે જેને જોઈને અને સાંભળીને લોકો પોતાની આંખમાંથી આંસુ રોકી શકતા નથી.

વાત કરીએ તો આ કિસ્સો આસામ રાજ્યના રાહ ગામમાંથી સામે આવ્યો છે. 18 નવેમ્બરના રોજ પ્રાર્થના નામની એક યુવતીનું અસાધ્ય બીમારીના કારણે મોતની નીપજી ગયું હતું. પ્રાર્થના ના મૃત્યુના સમાચાર તેના પ્રેમી બીટુપન ને મળતા તે ત્યાં આવી પહોંચ્યો હતો. તેના પ્રેમીએ પ્રાર્થનાની લાશ જોઈને ખૂબ રડવા લાગ્યો હતો અને ત્યારબાદ બીટુપને તેની પ્રેમિકાની લાશ ને જોઈને પ્રાર્થના ની લાશ માં સિંદૂર ભર્યું અને તેને મંગળસૂત્ર પણ પહેરાવ્યું.

આટલું જ નહીં પ્રાર્થનાની લાશને વળગીને ખૂબ જ રડી રહ્યો હતો અને પ્રાર્થનાની લાશને જોઈને તેણે એક કસમ પણ ખાઈ લીધી કે તે હવે આજીવન લગ્ન નહીં કરે. આ ભાવુક દ્રશ્યો જોતા પરિવારના સભ્યો તથા ત્યાં હાજર તમામ લોકો ની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ બંનેના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો બંને એકબીજાને ખૂબ પ્રેમ કરી રહ્યા હતા.

બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા અને લગ્નની વાતથી તેમના પરિવારના સભ્યો પણ સહમત હતા. પરંતુ બંને લગ્નના બંધનમાં જોડાય તે પહેલા જ પ્રેમિકાનું મોત થઈ ગયું અને સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો ન હતો. આનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને વડીયો જોવા વાળા ની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *