ભરૂચમાં એક જ સાથે ચાર ચાર મિત્રોની નિધન થતા આખુ ગામ હિબકે ચડ્યું!! પુરી ઘટના જાણી તમારું હૈયુંકંપી ઉઠશે..
ગુજરાતમાં દીવસેને દિવસે અનેક પ્રકારના અકસ્માતના બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં જ એક દુઃખદ બનાવ બન્યો છે. ઝીટીવી ન્યૂઝના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે ,ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખરેખર આ ઘટના ખૂબ જ ભયંકર છે.
સૌથી દુઃખદ ઘડી એ છે કે આ બનાવને પગલે આમોદના સુડી ગામના એક જ ફળિયામાં રહેતા ચાર યુવાનોનું મોત નિપજયુ.
ખરેખર આ બનાવ ખૂબ જ દુઃખદ છે. ભરૂચ નોકરી પરથી પરત ફરતા કારમાં સવાર લોકોને કેલોદ પાસે અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ બનાવમાં જાણવા મળ્યું હતું કે કેલોદ ગામની ભૂખી પાસે સામેથી આવતા ટ્રક નો અલ્ટો કાર સાથે જોરદાર અકસ્માત સર્જાયો હતો. ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો.
આ બનાવના પગલે પરિવારમાં ભારે શોક છવાઈ ગયો કારણ કે આ ચારેય યુવાનો તેમના પરિવારના એકના એક સંતાન હતા. આ બનાવના પગેલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ચારેય યુવાનોની આત્માને શાંતિ મળે તેમજ પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે.