નાનપણ માં પિતા એ કહેલી વાત ને પોતાના જીવન નું લક્ષ બનાવ્યું અને આજે…
આજે દેશ માં ઘણા લોકો આઇપીએસ અને આઈએએસ ની પોસ્ટ પર નોકરી કરે છે. એ લોકો રાતોરાત આઇપીએસ કે આઈએએસ બની નથી જતા. તેણે ઘણા વર્ષો સુધી ભોગ દીધો હોય છે. આવા સફળ લોકો એ ઘર-બાર નોકરી પણ છોડી દીધી હોય છે. અને રાત-દિવસ બસ એક જ વાત મગજ માં રાખે છે. કે તેને તેના ગોલ સુધી પહોંચવાનું છે. એવી જ એક સફળ આઇપીએસ લેડી ની કહાની જાણી ને જીવન માં ઘણું શીખવા મળશે.
ત્રિપુરા કેડર ના લેડી આઇપીએસ ઓફિસર લકી ચૌહાણ ની કહાની પણ કંઈક એવી જ છે. લકી ચૌહાણ નો જન્મ ઉત્તરપ્રદેશ ના બુલંદશહેર ના ખુર્જા ગામમાં થયો હતો. અને તે હાલ ગોમતી જિલ્લા ના ઉદયપુર માં એસ.પી તરીકે ફરજ બજાવે છે. લકી ચૌહાણ ના પિતા રોહતાશ સિંહ ચૌહાણ એક પ્રોપર્ટી ડીલર છે. અને માતા સુમન લતા ચૌહાણ એક શિક્ષિકા છે.
જાણવા મળ્યું કે, લકી ચૌહાણ અભ્યાસ માં બહુ જ હોશિયાર હતા. તેણે ધોરણ 12 માં સાયન્સ રાખ્યું હતું. અને ત્યારપછી અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસ માં સ્નાતક થયા. લકી ચૌહાણ ને કેન્દ્રીય મંત્રાલય માં સહાયક કલ્યાણ પ્રાશાષક માં સરકારી નોકરી હતી. પરંતુ તેણે ત્યારબાદ આઇપીએસ પરીક્ષા પાસ કરી. જણવા મળ્યું કે, લકી ચૌહાણ જયારે નર્સરી માં હતા ત્યારે તે ક્લાસ માં પ્રથમ આવ્યા હતા.
ક્લાસ માં પ્રથમ આવ્યા બાદ તેને ડીએમ અને એસપી ના હાથે એવોર્ડ મળ્યા હતા. આ સમયે લકી ચૌહાણ ના પિતા એ લકી ને એક વાત કહી કે, તારે પણ એક દિવસ એસપી કે ડીએમ બનવાનું છે. પિતા ની આ વાત લકી વારેવારે પુનરાવર્તન કરતા હતા. અને આજે તે યુપીએસસી ની પરીક્ષા પાસ કરી ને એસ.પી બની ગયા છે. પિતા એ નાનપણ માં કહેલી વાત ને લકી ચૌહાણે ટાર્ગેટ બનાવી દીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!