Gujarat

રાજકોટમાં ફક્ત 7 વર્ષની પટેલ દીકરીનું નિધન થતા આખો પરિવાર હિબકે ચડ્યો!! આ કારણે થયું મૃત્યુ.. પુરી ઘટના જાણી તમારું હદય દ્રવી ઉઠશે

આમ તો રોજબરોજ અવનવા અકસ્માત બન્યા ના કિસ્સાઓ જોવા મલી જતા હોય છે જેમાં મોટા શહેર થી લઈએ નાના ગામડાઓ સુધી પણ દુર્ઘટના સર્જાતા ના જોવા મલી જતા હોય છે. અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે માત્ર વૃદ્ધો જ નહિ પરંતુ નાના બાળકો નું અવસાન થયાના કિસ્સાઓ પણ સામાન્ય બની ગયા છે ત્યારે હાલમાં એક એવો જ કરુંણ  કિસ્સો સામે આવી રહ્યો છે

કે જે સાંભળીને દરેક લોકોનું હૃદય કંપી ઉઠયું છે. વાસ્તવમાં આ કિસ્સો એક નાની બાળકી નો જે જેનું 7 વર્ષ ની ઉંમરમાં જ અવસાન થયું છે. હાલમાં રાજકોટ જિલ્લા ના કોટડાસાંગાણી તાલુકાના થોરડી ગામનો આ કિસ્સો છે જ્યાં નિવાસ કરતા રમેશભાઈ વરસાણી ની વાડીએ રહેતા અને મૂળ માદયપ્રદેશ ના મનુભાઈ પટેલ ની 7 વર્ષ ની દીકરી ને આંચકી આવી જતા તેનું દુઃખદ અવસાન થયું છે.

7 વર્ષની માસુમ બાળકી ને ગઈ કાળ રાત્રે કાન ની પાસે  સોજો આવી ગયો હતો જેના કારણે તેને સારવાર અર્થે લોધીકા હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાના તબીબો એ તેને આંચકી આવી છે એવું જણાવ્યું હતું અને તેની વધુ સારવાર કરવા માટે રાજકોટ ના કે.ટી.ચીલ્ડન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પરંતું બદનસીબે સારવાર સફળ ના થાવ આથી માસુમ બાળકી નું દુઃખદ અવસાન નીપજ્યું હતું. આમ ઘરમાં હંમેશા હસ્તી રમતી બાળકીનું આમ અચાનક અવસાન થવાથી પરિવાર માં શોક નો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. આ ઘટના બનતા જ સિવિલ ચોકીના સટાફે કોટડાસાંગાણી ની પોલીસ ને જાણકારી આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *