Gujarat

મોરબી માં બનેલ ઘટના માં 14-સભ્યો નો પરિવાર બન્યો સાક્ષી 14-સભ્યો એ આપી મોત ને તાળી આખી ઘટના વાંચો વિગતે.

Spread the love

ગુજરાતમાં આવેલા મોરબી જિલ્લામાં રવિવારના રોજ એક દુઃખદ ઘટના બની હતી. જેમાં મોરબી જિલ્લામાં આવેલો ઝુલતો પુલ વચ્ચેથી અચાનક બે ભાગ થઈ ગયા. આશરે 500 જેટલા લોકો આ પૂલ પર ઊભા હશે અને તે લોકો મચ્છુ નદીમાં ખાબકયા હતા. જે બાદ સમાચારો મુજબ 150 થી પણ વધુ લોકો મોતને ભેટ્યા છે. તો આ 150 વ્યક્તિઓમાં 25 થી પણ ઉપર તો બાળકોનો સમાવેશ થાય છે.

આ ઘટના બની ત્યારબાદ આજુબાજુના જિલ્લાઓમાંથી એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને તાત્કાલિક ધોરણે રવાના કરવામાં આવી હતી અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે લોકોએ આ ઘટનાના દ્રશ્યો જોયા તે લોકોએ કહ્યું કે ચારે તરફ બસ લાશો નો ઢગલો પડ્યો હતો. કેટલાક લોકો તરફરી રહ્યા હતા. પરંતુ આ ઘટનામાં રાજકોટ જિલ્લામાં વસતો એક પરિવાર કે જેના 14 લોકો આ ઘટનાનો ભોગ બન્યા હતા અને તે લોકો પૂલ તુટતાની સાથે નદીમાં ખાબકીયા પરંતુ આ લોકોના નસીબ એવા ઉજળા હશે કે 14 માંથી એક પણ લોકોને કઈ થયું નહીં અને મોતને તાળી આપીને પાછા ફરી ગયા.

વધુ વિગતે વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં વસતા વસાણી પરિવારના 14 સભ્યો આ ઘટના સમયે પુલ ઉપર હાજર હતા. જ્યારે આ ઘટના બની ત્યારે વસાણી પરિવારના સભ્યો સદનસીબે બચી ગયા હતા. આ બાબતે પરિવારના સભ્ય સાથે વાત કરી કે તે લોકોએ 30 થી 35% પુલને ક્રોસ કરી લીધો હતો. ત્યારબાદ પુલ ઉપર લગભગ 500 થી પણ વધારે લોકો હાજર હતા. આ સમયે પુલ એકદમ હચમચવા લાગ્યો હતો અને તે લોકોને ડર લાગવા લાગ્યો અને અચાનક પૂલ ધડામ કરતો નીચે પડ્યો હતો.

ત્યારબાદ પરિવારના 14 સભ્યો પાણીમાં પડ્યા હતા પરંતુ તે લોકોએ જેમતેમ કરીને પોતાને સંભાળી લીધા અને તે લોકોએ હાથ હલાવી હલાવીને પાણીને પાર કર્યું અને તૂટેલા પૂલના કોડ સુધી પહોંચ્યા અને ત્યાં રહેલી ગ્રીલની મદદથી તે લોકો બહાર નીકળ્યા હતા. આ 14 સભ્યોમાં એક નાના બાળક જુગલ વસાણીએ કહ્યું કે તેના પપ્પાને તરતા આવડતું હતું અને તેના મમ્મીને તરતા આવડતું ન હતું. આથી તેના મમ્મી એ તેના પપ્પાને પકડીને બહાર આવ્યા હતા અને તે લોકોએ તારને પકડી લીધો હતો. અંદાજે અડધો કલાક બાદ તે લોકો બહાર નીકળ્યા હતા. આમ આ પરિવારને ના નસીબને લીધે તે લોકો આજે બચી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *