ભારતીય સેનામાં પુત્ર શહીદ થતા પુત્ર ની અર્થી ને માતા એ આપી કાંધ અને…
ભારત દેશ ના યુવા વર્ગ નું એક મોટું સપનું હોય છે કે, તે ભારતીય સેનામાં જોડાય ને ભારત દેશ ની રક્ષા કરે. આને માટે તે રાતદિવસ એક કરી ને તનતોડ મહેનત કરતા હોય છે. ભારતીય સેનાના જવાનો સરહદ પર 24 કલાક ખડેપગે ઉભા રહે છે. ત્યારે જ તો દેશ ના તમામ નાગરિક શાંતિ થી સુઈ શકે છે. ક્યારેક જવાનો શહીદ પણ થઇ જતા હોય છે.
એવા જ એક 14 પંજાબ રેજિમેન્ટ ના સિપાહી ગુરપ્રીત સિંહ સોપોર જેમની તબિયત અચાનક જ બગડતા તેને સારવાર દરમિયાન હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા. જાણવા મળ્યું કે, ગુરપ્રીત સિંહ ચાર મહિના પહેલા જમ્મુ કાશ્મીર ના રાજૌરી સેક્ટર માં ફરજ બજાવતા હતા. તેની તબિયત બગડતા તેની સારવાર હોસ્પિટલ માં ચાલતી હતી. પરંતુ, ત્યાં તેઓ મૃત્યુ પામ્યા.
બુધવારે તેમનું પાર્થિવ શરિર તેમના ગામ બટલા ના મલકપુર ખાતે લાવવામાં આવ્યું હતું. આખું ગામ તે સમયે ત્યાં પહોંચ્યું હતું. ખાસ વાત તો એ કે ગુરપ્રીતસિંહ ની માતા કુલવિંદર કૌર શહિદ પુત્ર ને જોઈ ને બોલી કે તેને તેના પુત્ર પર ગૌરવ છે. માતા એ શહીદ પુત્ર ની અર્થી ને કાંધ પણ આપી હતી. આ સાથે જ ત્યાં ભાવુક વાતાવરણ સર્જાયું હતું. ગુરપ્રીતસિંહ ના મોટા ભાઈ સુમિતપાલસિંહે ગુરપ્રીતસિંહ ને મુખાગ્નિ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!