આ ભવ માં એક ન થઇ શકતા પ્રેમી-પંખીડા એ સજોડે ખાઈ લીધો ગળાફાંસો. કારણ એવું કે યુવતી ના પરિવાર જનો એ, જાણો.
રોજબરોજ હત્યા આત્મહત્યાના કિસ્સાઓ ગુજરાતમાંથી સામે આવતા હોય છે. પ્રેમ પ્રકરણમાં અને પૈસાની લેતી દેતીમાં કે જૂની અદાવતમાં લોકો એકબીજાની હત્યા કરી દેતા હોય છે અથવા તો અમુક કારણોસર લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરવાનો બનાવ ફરી છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં પ્રેમી પંખીડા એ ઝાડવા નીચે ગળાફાંસો ખાઈને મોતને ભેટ્યા હતા.
વધુ વિગતે વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના એક ગામે યુવક અને યુવતીનો મૃતદેહ ફાસો ખાધેલી હાલતમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ સમગ્ર ગામમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. વધુ વિગતે વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના પાવિ જેતપુર તાલુકાના અંતરિયાળ ગામ એવા જાંબા ગામના અંકિત બારીયા નામના યુવકે તેની પ્રેમિકા યુવતી સાથે આત્મહત્યા કરી લીધી હતી.
આ પ્રેમી પંખીડા એકબીજાના ખૂબ જ પ્રેમમાં હતા. યુવતીના પરિવારજનોએ યુવતી ની સગાઈ બીજે નક્કી કરી દીધી હતી. આથી યુવક અને યુવતીએ આખરે મોતને વહાલું કર્યું હતું. જાણવા મળ્યું કે સાંજના સમયે ખટાશ ગામના સ્મશાન પાસેની ઝાડીઓમાં યુવતીની ઓઢણી વડે બંનેએ ફાસો ખાઈ લીધો હતો. યુવક યુવતી ના પરિવારજનોને યુવક-યુવતી મળી આવતા ન હોતા આથી તે લોકો શોધવા માટે નીકળ્યા હતા.
ત્યારે બંનેની લાશ લટકતી હાલત માં ઝાડીઓમાં એક ઝાડ પર મળી આવી હતી. આ ઘટના બાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાંથી આવી આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા કરે છે. લોકો નાની નાની વાતમાં મોતને ભેટી પડતા હોય છે. જેના બાદ તેના પરિવારના લોકો વેરવિખેર થઈ જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!