ગુજરાત ના આ ગામમાં સ્વયંભૂ શિવલિંગ મળતા ગામની રોનક બદલાય ! રોજ 5-હજાર શ્રદ્ધાળુઓ…

ગુજરાત ના આણંદ જિલ્લાના બોરસદ તાલુકા ના અલારસા ગામમાં થોડા દિવસ પહેલા ગામમાં એક તળાવ નું નિર્માણ કરવામાં આવી રહ્યુ હતું. ત્યારે ત્યાંથી તળાવ ના ખોદકામ દરમિયાન એક શિવલિંગ ની પ્રતિકૃતિ જેવું કૈક નજરે પડ્યું હતું. અને આ વાત વાયુવેગે આખા ગામમાં ફેલાય હતી. ત્યારે ગામના લોકો ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકો તેને શિવલિંગ ની પ્રતિકૃતિ નહીં પરંતુ વર્ષો જૂની શિવલિંગ જ માને છે.

આ વાત થી હવે અલારસ ગામમાં આ શિવલિંગ ના દર્શન કરવા રોજેરોજ હજારો ની સંખ્યામાં ભારે ભીડ શિવલિંગ ના દર્શન કરવા ઉમટી પડે છે. જાણવા મળ્યું કે, ગામના ધર્મેશભાઈ ડાભી કે જેણે આ શિવલિંગ પહેલી વાર જોઈ હતી. તેણે જણાવ્યું કે જયારે ગામમાં વરસાદ પડ્યો ત્યારે તે તળાવ માં પાણી ભરાયું કે નહીં તે જોવા ગયા હતા. ત્યારે તેને આ શિવલિંગ ના દર્શન પ્રથમ વાર થયા હતા.

ત્યારબાદ આ વાત તેના મિત્ર ને કહી. તેના મિત્ર હિતેષભાઇ મકવાણા એ ત્યાં ના મહારાજ ને ત્યાં બોલાવી પૂછ્યું. તો મહારાજે કહ્યું કે, આ શિવલિંગ જ છે. અને ત્યારથી લોકો ત્યાં દિવા-અગરબત્તી અને બીલીપત્ર ચડાવી પૂજા કરવા લાગ્યા. લોકો આજે દૂર દૂર થી શિવલિંગ ના દર્શને આવે છે. આ શિવલિંગ ની પ્રતિકૃતિ 15-17 ફૂટ ઊંચી છે. આજે ત્યાં ધ્વજા પણ ચઢાવામા આવી છે. અને લોકો શ્રીફળ પણ વધેરે છે.

આ બાબત ની જાણ ASI ભીખાભાઇ સેવાભાઇ બ્રહ્મભટ ને થતા તે પણ ત્યાં આવ્યા હતા. અને તેણે જણાવ્યું કે, અહીં શિવલિંગ સ્પષ્ટ દેખાય છે. આ કોઈ બનાવેલી વસ્તુ મુકેલી નથી. આજે આ ગામમાં ભારે સંખ્યામાં ભક્તો ની ભીડ આવે છે. ત્યાં બાજુમાં હવે વેપાર ધંધો પર શરુ થઇ ગયો છે. ત્યાં બાજુમાં લોકો એ નાસ્તા ની દુકાન તથા ફૂલ,હાર ની દુકાન પણ ખોલી નાખી છે. હવે ગામના લોકો ની ઇરછા છે કે, અહીં મંદિર નું નિર્માણ કરવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.