વિદ્યાર્થીઓએ કહ્યું- ખાધા-પીધા વગર યુક્રેન બોર્ડર પર વિતાવેલો સમય ક્યારેય નહીં ભૂલી શકાય, મેડીકલની ડિગ્રી પૂર્ણ થશે કે કેમ?

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમા યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા યુધ્ને ઘણો સમય વીતી ગયો છે અને દિવસે ને દિવસે આ યુદ્ધ વધુ ઘાતક બની રહ્યું આજે સર્વત્ર આ યુધ્ને લઈને લોકોમાં ચર્ચા છે. આપણે સૌ જાણીએ છિએ કે કોઈ પણ યુદ્ધ ફક્ત તબાહિ જ લાવે છે. તેવામાં જે રીતે હાલમાં આ યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે સામાન્ય માણસો ને ઘણી તકલીફ પડી રહી છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આ યુદ્ધના કારણે યુક્રેનમા રહેતા લોકો અને અન્ય લોકોને ઘણી મુસિબત પડી રહી છે. એવા અનેક સમચાર પણ સામે આવ્યા છે કે લોકો પાસે પૈસાની કમી થઈ ગઈ છે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ના પણ ફાંફા છે. ખોરાક અને પાણી જેવી પાયાની વસ્તુઓ માટે પણ લોકોને ઘણી મહેનત કરવી પડે છે.

જો કે આ યુધ્ને કારણે ભારત ના અનેક લોકો જે પૈકી મોટા ભાગના લોકો વિધાર્થીઓ છે. તેઓ ફસાયેલા છે. જોકે ભારત સરકાર દ્વારા ” ઓપરેશ ગંગા ” ચલાવવામાં આવી રહેલ છે. જેની અંતર્ગત અનેક ભારતીય વિધાર્થીઓ ને યુક્રેન ની પાસેના અનેક બોર્ડર ના દેશો માંથી લોકો ને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેને લઈને હાલમાં યુક્રેન ની પાસે આવેલા ચાર દેશોમાં ભારત સરકાર ના ચાર મંત્રીઓ પણ હાજર છે.

જો કે હવે આ અભિયાન અંતિમ ચરણમા છે એક રીપોર્ટ અનુસાર યુક્રેનમા ભારત ના 20 હજાર લોકો ફસાયેલા છે જે પૈકી આશરે 18 હજાર લોકોને સુરક્ષિત યુક્રેનથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. અને અન્ય તમામ લોકોને તુરંત પાછા લાવવામાં આવશે. જો કે ભારત સરકાર દ્વારા જે મહેનત કરવામાં આવી રહેલ છે તે રંગ પણ લાવી રહી છે.

અને એક પછી એક લોકોને પરત લાવવામાં આવ્યા છે. જેના કારણે પરિવારમાં હરખનો માહોલ છે. તેવામાં આજે આશરે 36 જેટલા વિધાર્થી ને યુક્રેન સરહદેથી દિલ્હી મારફતે ગાંધીનગર થઈને સૂરત લાવવામાં આવ્યા છે. જેના કારણે પરિવાર ના લોકોમાં હરખ નો માહોલ છે બાળકો ને સુરક્ષિત આવેલા જોઈને માતા પિતા ખુશ છે બાળકો ને જોઈને માતા પિતા અને વાલી ને જોઈને બાળકો ભાવુક થઈ ગાયના પણ અનેક દર્શ્યો સામે આવ્યા છે. લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર નો આભાર માની રહ્યા છે. જો કે હવે અભયાસ કેમ પૂરો થશે તે પણ ચિન્તા છે ઉપરાંત પોતે સામનો કરેલા અનેક મુશ્કેલીઓ અંગે પણ જણાવ્યું.

Spread the love

Leave a Reply

Your email address will not be published.