વરસાદ ને લઇ ફરી મોટા સમાચાર આટલા રાજ્યો માં ફરી વર્ષી શકે છે વરસાદ હવામાન વિભાગે….

મિત્રો આપણે જાણીએ છીએ કે આજ વખતની વરસાદી ઋતુ માં વરસાદ આખા દેશ માં મન મૂકીને વરસ્યો છે. જેને કારણે સાવ સૂકા પડી ગયેલા ક્ષેત્રો ફરી એકવાર લીલાછમ બની ગયા છે.

પરંતુ આવા વરસાદની વિપરિત અસરો પણ અમુક અમુક વિસ્તારો માં જોવા મળી હતી. જેને કારણે ઘણા એવા વિસ્તારો પણ હતા કે જ્યાં ભારે વરસાદ ના કારણે પૂર ની સ્થિતિ પણ જોવા મળી હતી. તેવામાં હાલ ના સમય માં પણ એવા અનેક રાજ્યો છે કે જ્યા ફરી એકવાર કમોસ્મી વરસાદની ભીતિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

તેવા માં મળતી માહિતી મુજબ ભારતના ઘણા દક્ષિણ તરફી રાજ્યોમાં કમોસમી વરસાદ આ આખું અઠવાડિયા દરમિયાન ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના દક્ષિણ ભાગ પાસે એક નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે, જે આવનારા દિવસોમાં તમિલનાડુ ના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે હવામાનમા ફેરફાર જોવા મળશે.

હવમાન વિભાગ નાં જણાવ્યા અનુસાર, 31 ઓક્ટોબર સુધી તમિલનાડુ અને પુડુચેરીના અમુક ક્ષેત્રોમા મધ્યમથી ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે વળી આવા ઓછા દબાણવાળા વિસ્તારમાં વરસાદની પણ સંભાવના છે. કે જે આવનારા અઠવાડિયા માં પશ્ચિમ દિશામાં આગળ વધશે.

તમને જણાવી દઈએ કે 27 ઓક્ટોબરે કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરીના અમુક વિસ્તારો માં વરસાદ પડ્યો હતો. આવો વરસાદ 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેવાની આશંકા છે, જ્યારે આંધ્રપ્રદેશના કેટલાક ક્ષેત્રો માં પણ વરસાદ પડવાની આશંકા છે.

હવામાન વિભાગ ના મતે આવનારા એક થી બે દિવસમાં કર્ણાટક અને પુડુચેરીમાં વરસાદની સંભાવના છે. જ્યારે આંધ્રપ્રદેશના યાનમ જિલ્લા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. આપણે જાણીએ છીએ તેમ હજુ થોડા સમય પહેલા જ ભારતના ઉત્તરી રાજ્યો જેમ કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. ઉત્તરાખંડમાં વરસાદ 70 થી વધુ લોકો માટે જીવલેણ સાબિત થયો છે અને ઘણા લોકો લાપતા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *