કેનેડા મા ભારતીય વિદ્યાર્થી એ કર્યો આપઘાત. જાણો વિગતે.

કોરોના મહામારી એ આખા વિશ્વ માં એક ભયંકર વાતાવરણ નું સર્જન કર્યું છે. કોરોના ની બીમારીને કારણે કેટલાક ના જીવ ગયા તો કેટલાક કોરોના ના લીધે આર્થિક રીતે પાયમાલ થી જતા અંતે આત્મહત્યા કરી ને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. કોરોના ના કેસ માં ઘટાડો થયો પણ તેની અસર હજુ ભયંકર રીતે જોવા મળે છે. લોકો કંટાળીને આર્થિક રીતે નબળા પડી ને અંતે આત્મહત્યા કરે છે. એવી જ એક ઘટના સામી આવી છે.

એક ભારતીય વિદ્યાર્થી કે જે કેનેડા માં અભ્યાસ કરતો હોય તેને કેનેડામાં જ આત્મહત્યા કરી લીધેલી છે. કેનેડામાં એક પંજાબી યુવકે આર્થીક પરિસ્થિતિનો સામનો ન કરી શકવાના કારણે આત્મહત્યા કરી છે. મારનાર ની ઓળખ થતા જાણવા મળ્યું કે યુવક નું નામ અર્શદીપ વર્મા છે.જે પટિયાલાના ગામ ગગ્ગાના રહેવાસી છે.

મારનાર યુવક અર્શદીપ વર્મા વર્ષ 2019 માં સ્ટડી વીજા લઈને ભારત થી કેનેડા ની ઓન્ટારિયોની કેમ્બ્રિજ કોલેજ માં અભ્યાસ કરવા ગયો હતો. ત્યારબાદ કોરોના મહામારી ની શરૂઆત થઈ હોય તે આર્થિક રીતે ડિપ્રેસન માં આવી ગયો હતો. કોરોના મહામારીને કારણે કેનેડામાં ખુબ જ મોટા પ્રમાણ માં શેક્ષણિક સંસ્થાઓ બંધ થઇ ગય હોય વિધ્યાર્થીઓ ને આની ખુબજ અસર પડી હતી. અભ્યાસ કરતા વિદ્યાર્થીઈઓ ના લગભગ 9-લાખ થી 12-લાખ જેટલું નુકશાન થયું હતું. આ કારણોસર વિદ્યાર્થી આર્થિક રીતે ચિંતા મા મુકાય ગયા હતા. વિદ્યાર્થીઓ આ માટે ભારત સરકાર ને અરજી કરી હતી કે તેમને પૈસા પરત કરવામાં આવે.

વિધાર્થીઓ એ કેનેડા ની સંસ્થાઓ માં 12-લાખ રૂપિયા ભરીને અભ્યાસ માટે અરજીઓ કરી હતી. બાદ માં કોરોના ને કારણે બધું જ બંધ થઇ જતા ભારત માં પાછા ફરવું પડ્યું હતું. થોડા દિવસ પહેલાં જ કેનેડામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ જવાના કારણે ભારત પરત ફરેલા અનેક યુવાનોએ અમૃતસર ના રણજિત એવન્યુમાં એક ખાનગી સંસ્થાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને ભારત સરકાર પાસે ફીસ ના પૈસા પરત કરવા માટે માંગણી કરી હતી અને તે લોકો અહીં ભારત માં જ અભ્યાસ આગળ કરી શકે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.